ટાટા ગ્રુપે એર ઈન્ડિયાને ટેકઓવર કર્યા બાદ એરલાઈન્સમાં ફેરફાર કરવાનું શરૂ કરી દીધું છે. હવે તાજેતરમાં એર ઈન્ડિયાએ તેના કેબિન એટેન્ડન્ટ્સ માટે ગ્રૂમિંગ ગાઇડલાઇન્સની લાંબી લિસ્ટ જાહેર કરી છે. આ લિસ્ટમાં મેન અને વુમન ક્રૂ સભ્યો બંને માટે ગ્રૂમિંગ ગાઇડલાઇન્સનો સમાવેશ થાય છે.
ગાઇડલાઇન્સમાં કહેવામાં આવ્યું છે કે, મેલ અને ફીમેલ ક્રૂ મેમ્બર્સને ગ્રૂમિંગમાં શું કરવું અને શું ન કરવું. એર ઈન્ડિયાએ ક્રૂ મેમ્બર્સને તેમના લુક પર ખાસ ધ્યાન આપવાની સલાહ આપી છે. તમામ મેન અને વુમન ક્રૂ સભ્યોએ આ ગાઈડલાઈન્સનું સખતપણે પાલન કરવું પડશે.
રિપોર્ટ અનુસાર એર ઈન્ડિયાએ મેલ ક્રૂના જે સભ્યોને ઓછા વાળ છે અથવા જેમને ટાલ પડી છે તેમને ગ્રૂમિંગ ગાઇડલાઇન્સમાં ક્લિન શેવ્ડ હેડ એટલે કે બાલ્ડ લુક રાખવા માટે કહ્યું છે. આવા ક્રૂ મેમ્બરોને દરરોજ માથું શેવ કરાવવા માટે પણ કહેવામાં આવ્યું છે. મેમ્બર્સને ગાઇડલાઇન્સમાં 'ક્રુ કટ' હેરસ્ટાઇલ રાખવાની મંજૂરી નથી. આટલું જ નહીં, મેલ ક્રૂ વિખરાયેલા વાળવાળી હેરસ્ટાઈલ રાખી શકતા નથી.
વુમન ક્રૂ-મેમ્બર્સ માટે ગ્રૂમિંગ ગાઇડલાઇન્સનું લિસ્ટ લાંબું છે. આ લિસ્ટમાં જણાવ્યા અનુસાર, ફીમેલ ક્રૂ- મેમ્બર્સને પર્લ ઇયરિંગ્સ પહેરવાની પરવાનગી નથી.
ચાંદલો ઓપ્શનલ છે, પરંતુ એની સાઈઝ 0.5cmથી વધુ ન હોવી જોઈએ. વુમન ક્રૂ હાથમાં માત્ર એક બંગડી પહેરી શકે છે, પરંતુ બંગડીમાં ડિઝાઇન અથવા સ્ટોન્સ ન હોવા જોઈએ.
આ સિવાય વુમેન ક્રૂ વાળને બાંધવા માટે હાઇ ટોપ નોટ અને લો બન્સ સ્ટાઇલનો ઉપયોગ નહિ કરી શકે. ફીમેલ ક્રૂ કોઈ ડિઝાઇન વગર માત્ર ગોલ્ડ અને ડાયમંડની રાઉન્ડ શેપ્ડ ઇયરિંગ્સ પહેરી શકે છે.