Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

શ્રીલંકાએ 15 ખેલાડીઓમાં દુષ્યંત ચમીરા અને લાહિરુ કુમારાને પણ સ્થાન આપ્યું છે, પરંતુ બંન્ને ખેલાડીઓને ટૂર્નામેન્ટ પહેલા રમવા માટે સંપૂર્ણ ફિટ થવું જરૂરી છે. રિઝર્વ ખેલાડીમાંથી માત્ર અશેન બંડારા અને પ્રવીણ જયવિક્રમ ટીમ સાથે ઓસ્ટ્રેલિયા જશે.

શ્રીલંકાની T20 વર્લ્ડ કપ ટીમમાં એશિયા કપ 2022ની ટીમમાં સામેલ લગભગ તમામ ખેલાડીઓના નામ છે. ફાસ્ટ બોલર ચમીરાની પગની ઘૂંટીની ઈજા હજુ પણ સંપૂર્ણ રીતે સારી થઈ નથી આથી તેની ટીમમાં વાપસી તેની રિકવરી પર આધારિત છે. આ શર્ત બાહિરુ કુમારાને પણ છે. આવી સ્થિતિમાં ટીમ પાસે મદુશંકા, પ્રમોદ મદુષણ અને ચમિકા કરુણારત્ને જેવા ઝડપી બોલરોના રૂપમાં પૂરતા વિકલ્પો છે.

એશિયા કપ 2022 ચેમ્પિયન છે શ્રીલંકા
11 સપ્ટેમ્બરે આયોજિત એશિયા કપ 2022ની ફાઈનલ મેચમાં શ્રીલંકાની ટીમ પાકિસ્તાન સામે મેદાનમાં ઉતરી હતી. પ્રથમ બેટિંગ કરતા શ્રીલંકાએ પાકિસ્તાનને 171 રનનો ટાર્ગેટ આપ્યો હતો. પ્લેયર ઓફ ધ મેચ ભાનુકા રાજપક્ષે 157.77ના સ્ટ્રાઈક રેટથી 71 રન બનાવ્યા હતા. રાજપક્ષેની ઇનિંગની મદદથી શ્રીલંકાની ટીમ 170 રન બનાવી શકી હતી. રાજપક્ષેની અડધી સદીની ઇનિંગમાં 9 બાઉન્ડ્રી જેમાં 6 ચોગ્ગા અને 3 છગ્ગાનો સમાવેશ થાય છે.

શ્રીલંકાના ઓલરાઉન્ડર વાનિન્દુ હસરંગાએ સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન બેટ અને બોલ બંનેથી શાનદાર પ્રદર્શન કર્યું હતું. 25 વર્ષીય ખેલાડીએ આખી ટૂર્નામેન્ટમાં 66 રન બનાવ્યા અને 9 વિકેટ પણ લીધી. ફાઇનલમાં તેની 3 વિકેટે આખી મેચ બદલી નાખી હતી.