Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

અરવલ્લી જિલ્લાની વતની અને બ્રાહ્મણ પરિવારની બબ્બે દીકરીઓ કથીત લવ જેહાદનો ભોગ બની હોવાની સનસનાટી ભરી ઘટના બહાર આવી છે મોટી દીકરીને સાતેક વર્ષ અગાઉ અમદાવાદનો મુસ્લિમ યુવક મુંબઈ લઈ જઈ ધર્મ પરિવર્તનનું લખાણ અને નિકાહ કરી લીધા બાદ યુવકનો ત્રાસ સહન ન થતાં ચારેક દિવસ અગાઉ ગૂપચુપ રીતે વતનમાં પરત આવી ગઈ છે.

જ્યારે નાની દીકરીએ સોશિયલ મીડિયામાં ભટ્ટ મેવાડા સમાજના ફેસબુક પેજના માધ્યમથી પરિચયમાં આવેલ બ્રાહ્મણ હિન્દુ નામધારી યુવક સાથે બંને પરિવારની સંમતિથી લગ્ન કર્યા બાદ યુવકે કરાવેલ સુન્નત, નમાજ, રોજા કરવા અને માંસાહાર માટે ફરજ પાડવી સહિતના કારણોને લઈ પ્રતિદિનના કંકાસ અને મારઝૂડથી કંટાળી બન્ને દીકરીઓએ મદદની ગુહાર લગાવ્યાનો કિસ્સો બહાર આવ્યો છે.

નોંધનીય છે કે નાની છોકરીનો દિયર પણ આઠેક દિવસ અગાઉ હિન્દુ પુખ્ત છોકરીને લઈ આવ્યો છે . તેણીએ જણાવ્યું હતું કે મારો પતિ તું મારું કંઈ નહીં બગાડી શકે તેવી ધમકીઓ પણ આપે છે. તેથી, સામાજિક કાર્યકરોને મદદની અપેક્ષા છે”