Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

રાજકોટ હિટવેવના કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. હવામાન વિભાગે અલગ-અલગ તંત્રને યલો એલર્ટ આપીને તૈયારી રાખવા કહ્યું છે. સતત એક સપ્તાહ સુધી હિટવેવની સ્થિતિ રહી છે. અચાનક જ તાપમાનમાં વધારો થતા અનેક લોકોના આરોગ્ય પર તેની અસર થઈ છે અને માત્ર 48 જ કલાકમાં 44ને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા.


હવામાન વિભાગ દ્વારા યલ્લો એલર્ટ જાહેર કરાતાં જિલ્લાની તમામ 108 એમ્બ્યુલન્સ એલર્ટ ઉપર મોકલવામાં આવી છે અને જિલ્લાની તમામ એમ્બ્યુલન્સને સજ્જ કરી દેવાની સૂચના અપાઈ છે. 108 સેવાના પ્રોગ્રામ મેનેજર ચેતન ગાધેએ જણાવ્યું હતું કે, એલર્ટને લઈને તમામ એમ્બ્યુલન્સમાં ગરમી કે લૂ સબંધિત કોઈપણ પ્રકારના કિસ્સાઓ પ્રતિસાદ આપવા માટે પૂરતા પ્રમાણમાં દવાઓ, સંશાધનો, ઈન્જેકશન, ઓઆરએસ, ગ્લુકોઝ, સહિત ઓક્સિજનનો જથ્થો પૂરતા પ્રમાણમાં વ્યવસ્થા કરવામાં આવી છે. તમામ કર્મચારીઓ તાલીમબદ્ધ અને કટિબદ્ધ કરાયા હતા. છેલ્લા બે ત્રણ દિવસથી ગરમીને લગતા કેસમાં વધારો જોવા મળ્યો છે. છેલ્લા 48 કલાકમાં જ 44 કેસ નોંધાયા હતા જે તમામને સારવાર આપવામાં આવી છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજકોટમાં હિટવેવને લઈને છેલ્લા સાત દિવસમાં પારો 41 ડિગ્રી સેલ્શિયસને પાર થયો હતો જે સામાન્ય તાપમાન કરતા 4 ડિગ્રી કરતા વધુ હતું. શુક્રવારે પારો એક ડિગ્રી ઘટીને 40 ડિગ્રી રહ્યો હતો જે સામાન્ય કરતા 3 ડિગ્રી વધુ છે પારો ઘટવા છતાં રાજ્યના સૌથી ગરમ મથકોમાં રાજકોટ મોખરાનું મથક રહ્યું હતું. 24 કલાક હિટવેવની અસર રહેશે ત્યારબાદ હિટવેવનું એલર્ટ નથી. જો કે મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્શિયસની આસપાસ રહેશે. આ કારણે ગરમી અને લૂથી બચવા માટે હિટવેવમાં જે ધ્યાન રાખવામાં આવે છે તે કાળજી હજુ પણ રાખવી પડશે.