Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

દાયકાઓની સફળતા બાદ વિજ્ઞાનીઓનું કહેવું છે કે કેન્સરની સારવાર એક મહત્ત્વપૂર્ણ વળાંક પર પહોંચી ચૂકી છે. દાવો કરાઇ રહ્યો છે કે કેન્સરની સારવારમાં આગામી મોટી સફળતા વેક્સિન હોઈ શકે છે. તે કેન્સરની સારવારમાં ઉપયોગમાં લેવાતી વેક્સિન નથી, પરંતુ ટ્યૂમરને ઘટાડવા અને કેન્સરને ફરી થતું રોકતી વેક્સિન છે. શરૂઆતના પ્રયોગમાં તેનો ઉપયોગ સ્તન અને ફેફસાંના કેન્સરમાં થઇ રહ્યો છે.


અત્યાર સુધીના રિસર્ચમાં વિજ્ઞાનીઓને કેન્સર ઇમ્યુન સિસ્ટમમાં કઇ રીતે છૂપાયેલું રહે છે તે અંગે જાણવા મળ્યું છે. કેન્સરની વેક્સિન અન્ય ઇમ્યુનોથેરપીની માફક કેન્સર સેલને શોધવા અને તેને ખતમ કરવા માટે ઇમ્યુન સિસ્ટમને વધુ મજબૂત બનાવે છે.

ટી-સેલને શીખવાડવું પડશે કે કેન્સર ખતરનાક છે
સિએટલમાં UW મેડિસિનના કેન્સર વેક્સિન ઇન્સ્ટિટ્યૂટના ડૉ. નોરા ડિજીજે કહ્યું કે કોઇ કેન્સરની વેક્સિનને કામ કરવા માટે, તેને ઇમ્યુન સિસ્ટમના ટી-સેલને શીખવાડવું પડશે કે કેન્સર ખતરનાક છે. ત્યારબાદ ટી-સેલ ખતરા અંગે જાણવા માટે શરીરમાં ક્યાંય પણ જઇ શકે છે. જો તમે એક સક્રિય ટી-સેલને જોશો તો એવું લાગશે કે તેના પગ છે. તમે ટી સેલને બ્લડ વેસલ્સના માધ્યમથી ટિશ્યૂમાં બહાર નીકળવા માટેની પ્રક્રિયાને જોઇ શકો છો.