માધાપર ચોકડી પાસેના સ્વામિનારાયણ મંદિર પાસે દ્વારિકા લોરાઇટ્સમાં રહેતા પ્રકાશભાઇ બાબુલાલ લોલાડિયા (ઉ.64) એ પોતાના ઘેર પંખામાં દોરી બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. બનાવને પગલે ગાંધીગ્રામ પોલીસ મથકના જમાદાર મિહિરસિંહ સહિતના સ્ટાફે તપાસ હાથ ધરી હતી. પોલીસની તપાસમાં મૃતક અગાઉ એલઆઇસી એજન્ટ હોવાનું અને હાલ નિવૃત્ત જીવન જીવતા હતા અને તેનો પરિવાર વડોદરા રહેતો હોય અને હાલ વૃદ્ધ એકલા રાજકોટમાં રહેતા હોય અને તેને કેટલાક સમયથી પેટના દુખાવાની બીમારી હોય અને સારવાર પણ ચાલુ હોવા છતાં સારું ન થતા આ પગલું ભરી લીધાનું પરિવારે જણાવ્યું હતું.
પોલીસની વધુ તપાસમાં એક સ્યૂસાઇડ નોટ મળી આવી હતી જેમાં તેને તેની પાછળ કોઇ શોક ન મનાવતા અને તેના શરીરનું દાન કરી દેવા અંગે પરિવારને ઉલ્લેખ કર્યો હોવાનું બહાર આવતા પોલીસે વધુ કાર્યવાહી કરી છે.
બીજા બનાવમાં કોઠારિયા ગામે પાણીના ટાંકા પાસે રહેતા વનિતાબેન મનસુખભાઇ પાડલિયા (ઉ.58) એ પોતાના ઘેર લોખંડની આડીમાં ચૂંદડી બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. પોલીસની વધુ પૂછતાછમાં મૃતક વૃદ્ધા કેટલાક સમયથી બીમાર હોય અને સારવાર પણ ચાલુ હોય પરંતુ સારું ન થતા બીમારીથી કંટાળી આ પગલું ભરી લીધાનું પરિવારે જણાવતા પોલીસે વધુ કાર્યવાહી કરી હતી.