Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

નાની-નાની વાતોમાં ગૂંચવાયેલા રહીને આપણો પોતાના જીવનને જ ગૂંચવી નાખ્યું છે. મહેનત એટલી કરીએ છીએ, પરંતુ ખુશી ઘટતી જાય છે, કેમકે આપણે નાની-નાની બાબતોમાં પોતાની શક્તિને વેડફી નાખીએ છીએ. કોઈ પણ જૂના હિસાબ-કિતાબને માફ કરીને, પછી ગમે તેટલી મોટી ભૂલ કેમ ન હોય, તેના પાછળ પોતાની ઊર્જા વેડફવાની નથી. ભૂલ નાની હોય કે મોટી, દુઆ અને માફી તો એક સંકલ્પ હોય છે. આજે તમારા એ હિસાબ-કિતાબ સમાપ્ત કરી નાખો. જેવો હિસાબ પૂરો થઈ જશે, મનમાંથી એક મોટો બોજો ઉતરી જશે. આગળનું જીવન પણ હળવું ફૂલ જેવું થઈ જશે. આટલા ભારે થઈને પણ જીવવાનું નથી. હિસાબ-કિતાબ મનમાં તોડવા પડે છે. એટલે કે સુધારવા પડે છે.


પહેલા માફ કરો, ફરી કોઈ કંઈ કરે તો ફરી માફ કરો, માફ કરી-કરીને આત્માની સહનશક્તી એટલી વધી જશે કે કોઈ પણ વાતે ખોટું નહીં લાગે. હવે વાતોને પકડી રાખવાને કારણે આપણી સહનશીલતા એટલી ઘટી ગઈ છે કે નાની-નાની વાતો પર પણ ખોટું લાગી જાય છે. અગાઉ મોટી-મોટી વાતો પર ખોટું લાગતું હતું. વાતોને પકડી રાખવાને કારણે આપણા આત્માની સહનશક્તિ ઘટી ગઈ છે.

કાયમ યાદ રાખવાનો જે બોજો આપણે પકડી રાખીશું તે મન અને શરીર પર પણ અસર તો કરવાનો જ છે. કંઈ નહીં તો તમારા શરીરને તો માફ કરો. ક્યારેક ડોક દુ:ખી રહી છે, ક્યારેક પીઠ દુ:ખી રહી છે, આ બધા દુ:ખાવા કેમ થઈ રહ્યા છે? કેમકે મનમાં દુ:ખાવાને પકડીને રાખ્યો છે. જો મનમાંથી દૂ:ખાવો દૂર કરી દીધો તો શરીરમાંથી પણ દૂર થઈ જશે. પરંતુ જો મનમાં પકડીને બેસી રહ્યા તો શરીરમાં કંઈક ને કંઈક થતું જ રહેશે.

શરીરમાં ગાંઠ કેમ બને છે, કેમકે ગાંઠ મનમાં પકડીને રાખી છે. તેમની ભૂલ એટલી મોટી નથી હોતી, જેટલી સજા આપણે ખુદને આપીએ છીએ, ગાંઠ પકડી રાખીને. પછી કહીએ છીએ કે, મને આ બીમારી કેમ થઈ છે? એક છે માફ કરવું અને બીજું છે સામેવાળાનો વ્યવહાર કેવો હોવો જોઈએ. મારો વ્યવહાર કેવો હોવો જોઈએ. આપમે સંસ્કારી બાળકો છીએ ને! સંસ્કારી બાળકનો અર્થ આપણા સંસ્કાર બીજાના સંસ્કાર પર નિર્ભર નથી. જો કોઈ આપણી સાથે સારી રીતે વાત ના કરે તો શું આપણે તેની સાથે સારી રીતે વાત કરી શકીએ નહીં કે કરી શકતા નથી? જો એ થોડું નમતું ઝોખતા નથી તો આપણે નમતું ન ઝોખી શકીએ? આપણે જે સંસ્કાર પર અમલ કરીશું, તે સંસ્કાર વધતો જશે. જે સંસ્કારને જીવનમાં ઉતારીશું નહીં, એ સંસ્કાર સમાપ્ત થતો જશે.