Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 


છેલ્લા ત્રણથી ચાર વર્ષમાં CNG કારની લોકપ્રિયતા ઉતરોઉતર વધી રહી છે. પર્સનલ સેગમેન્ટમાં બે કારણસર તેની લોકપ્રિયતા વધી છે. જેમાં પહેલું કારણ 17 થી 18 પ્રકારના મોડલ્સ ઉપલબ્ધ છે. બીજુ કારણ દેશભરમાં સતત વધી રહેલું સીએનજી સ્ટેશનનું નેટવર્ક છે. ત્રણ વર્ષ પહેલા દેશભરમાં અંદાજે 1,500 CNG સ્ટેશન હતા જેની સંખ્યા હવે વધીને 5,500 થઇ ચૂકી છે, ખાસ કરીને ગુજરાત, હરિયાણા, દિલ્હી, મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાં નેટવર્ક વધુ મજબૂત છે. ગત વર્ષે 4 લાખ CNG કારનું વેચાણ થયું હતું જેમાંથી તાતા મોટર્સે લગભગ 50,000 કારનું વેચાણ નોંધાવ્યું હોવાનું કંપનીના માર્કેટિંગ હેડ વિનય પંતે જણાવ્યું હતું.


CAFE ધોરણો અને ઉત્સર્જનને લગતી જરૂરિયાત અંગે વધુ સતર્ક છીએ
કંપની પહેલાથી જ મલ્ટિ પાવરટ્રેન સ્ટ્રેટેજી અપનાવી છે અને CNGની રજૂઆત સાથે અમે CAFE ધોરણો અને ઉત્સર્જનને લગતી જરૂરિયાત અંગે વધુ સતર્ક છીએ. તદુપરાંત ફેક્ટરીમાં ફિટ થયેલી CNGs મારફતે સલામતી, પ્રદર્શન અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરને લગતા મુદ્દાઓ પર ફોકસ કરવામાં આવ્યું છે.

2024 સુધીમાં વેચાણ બમણું કરવાનો લક્ષ્યાંક
કેન્દ્ર સરકારે નેચરલ ગેસની કિંમતોને વધુ તર્કસંગત કરતા મજબૂત ગ્રાહક માંગને પગલે તાતા મોટર્સ વર્ષ 2024 સુધીમાં તેના કુલ વેચાણમાં CNG વાહનોના વેચાણને બમણું કરવાનો લક્ષ્યાંક ધરાવે છે. ટાટા મોટર્સ હાલમાં ભારતની ત્રીજી સૌથી મોટી પેસેન્જર વાહન ઉત્પાદક કંપની છે. કંપની લગભગ 80 ટકા માર્કેટ શેર સાથે ઇલેક્ટ્રિક વાહન સેગમેન્ટમાં ટૉપ પર છે. કંપની પોતાના સેલિંગને વધુ વધારવા માટે દેશમાં ICE અને ઈલેક્ટ્રિક પાવરટ્રેન સાથે નવી SUVની એક
પરફેક્ટ સીરીઝ લૉન્ચ કરવા જઈ રહી છે. રિપોર્ટ છે કે, ટાટા મૉટર્સ બહુ જલદી દિવાળી સુધીમાં બે શાનદાર એસયૂવી કારો રજૂ કરવાની તૈયારીમાં છે.