Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

પત્ની અને સંતાનોને ખાધાખોરાકીની રકમ નહીં ચૂકવનાર માવજીભાઇ રણછોડભાઇ ચૌહાણને અદાલતે 210 દિવસની સજાનો હુકમ કર્યો છે. હુકમની સાથે અદાલતે વોરંટ ઇશ્યુ કરી તાત્કાલિક ધરપકડ કરી જેલહવાલે કરવાનો આદેશ કર્યો છે. પારડી ગામે રહેતા નિતાબેનને ભરણપોષણ ચૂકવવા અગાઉ અદાલતે આદેશ કર્યો હતો.


છતાં માવજીભાઈએ 21 મહિના સુધી ખાધાખોરાકીની રકમ પત્નીને ચૂકવી ન હતી. જેથી નીતાબેને ખાધાખોરાકીની ચડત રકમ મેળવવા ફરી કોર્ટમાં અરજી કરી હતી. જે રજૂઆતને ધ્યાને રાખી ફેમીલી કોર્ટે સજા ફટકારતો હુકમ કર્યો છે.

હત્યા કેસમાં આરોપીઓના વચગાળાના જામીન રદ
હત્યા તેમજ હત્યાની કોશિશના ગુનામાં જેલહવાલે રહેલા આરોપી ભનાભાઇ ઉર્ફે કાળુ રણછોડ તાવિયા અને તેના ભાઇ વાલજીએ કરેલી વચગાળાની જામીન અરજીને અદાલતે નામંજૂર કરી છે. વીંછિયાના પાટિયાળી ગામે 2017માં આરોપીઓએ તેના કૌટુંબિક ભાઇઓ પર કુહાડી, પાઇપથી હુમલો કર્યો હતો. જેમાં ઓઘાભાઇ જેનાભાઇ તાવિયાનું મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય લોકોને ગંભીર ઇજા થઇ હતી. આ ગુનામાં જેલમાં રહેલા બંને આરોપીએ ખેતીની કામગીરી કરવા 30 દિવસના વચગાળાના જામીન માગ્યા હતા. જે અદાલતે નામંજૂર કર્યા હતા.