વિશ્વભરમાં લગભગ દરેક ક્ષેત્રમાં ટેક્નોલોજીનો હસ્તક્ષેપ વધ્યો છે. દરેક દાયકા અથવા કેટલાક વર્ષોમાં ટેકનિક બદલવાની સાથે જ ઇન્ડસ્ટ્રીઝના કામકાજની રીત પણ બદલાઇ જાય છે. પરંતુ જો બાંધકામ ઉદ્યોગની વાત કરીએ તો કામની રીત વધુ બદલાઇ નથી. 100 વર્ષ પહેલા જે રીતે અને જે મટીરિયલ સાથે મકાન બનાવવામાં આવતા હતા, આજે પણ એ જ રીતનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ હવે કંસ્ટ્રક્શન ઇન્ડસ્ટ્રીમાં સતત ઇનોવેશન અને નવી ટેક્નોલોજીના ઉપયોગને વધારવાનો પ્રયાસ થઇ રહ્યો છે.
કોવિડ-19 બાદથી બાંધકામ ઉદ્યોગે કેટલાક ઇનોવેશનને અપનાવવાનો પ્રયાસ કર્યો છે. મેકિન્સેના પ્રોપર્ટી પ્રેક્ટિસમાં એસોસિએટ પાર્ટનર ઓ ગોર્મન અનુસાર અનેક અન્ય ઇન્ડસ્ટ્રીઝની તુલનામાં કન્સ્ટ્રક્શન ઇન્ડસ્ટ્રીઝ ડિજિટલ રીતે થોડી પાછળ છે. ઉત્પાદન પ્રક્રિયામાં સુધારો, ઑટોમેશન અને નવા સોફ્ટવેર તેમજ એપ્સના ઉપયોગથી થોડો સુધારો થયો છે, પરંતુ એ હદ સુધી નહીં જેટલી આશા હતી.
વર્ષ 2017માં, મેકિન્સે ગ્લોબલ ઇન્સ્ટિટ્યૂટનું તારણ બહાર આવ્યું હતું કે ઇનોવેશનને અપનાવીને બાંધકામ ઉદ્યોગ ઉત્પાદકતામાં 50 થી 60% સુધીનો સુધારો કરી શકે છે અને ઇન્ડસ્ટ્રીનું વૈશ્વિક મૂલ્ય અંદાજે 1.6 ટ્રિલિયન ડૉલર (અંદાજે 133 લાખ કરોડ રૂપિયા) વાર્ષિક વધી શકે છે. તાજેતરના વર્ષોમાં, અનેક ટેકનિકને બાંધકામ ઉદ્યોગમાં પરિવર્તન લાવવાની ક્ષમતા વાળા બતાવવામાં આવ્યા છે. તેમાંથી એક 3ડી પ્રિન્ટિંગ છે, મેન યુનિવર્સિટીમાં વિશ્વના સૌથી મોટા 3ડી પ્રિન્ટરને વિકસિત કવાના પ્રોજેક્ટ પર કામ ચાલી રહ્યું છે