મોટેરાથી ગાંધીનગર સેક્ટર-1ના રૂટ પર નર્મદા કેનાલ પર અને સાબરમતી નદી પરથી મેટ્રોને પાર કરાવવાની ચેલેન્જ સૌથી મોટી હતી. આ બે જગ્યાએ બ્રિજ તૈયાર કરવાની સાથે રૂટ પર આવતા તપોવન સર્કલ, કોબા સર્કલ, નેશનલ હાઈવે પર ચ-0 સર્કલ ખાતે ટ્રાફિક બંધ કર્યા વગર વાયડક્ટ તૈયાર કરી તેને ઇન્સ્ટોલ કરવાની કામગીરી પણ અમારા માટે પડકારરૂપ હતી, કારણ કે આ ત્રણ મોટાં સર્કલ છે અને તેનો ટ્રાફિક રોકી શકાય તેમ ન હતો. જોકે વાયડક્ટ અને સ્ટેશનોના નિર્માણ માટે અમે પ્રી કાસ્ટ ટેક્નોલોજીનો ઉપયોગ કર્યો. એટલે કે મેટ્રો સ્ટેશન અને વાયડક્ટના મોટા મોટા ભાગોને એક કાસ્ટિંગ યાર્ડમાં તૈયાર કરી તેને ક્રેઇનની મદદથી યોગ્ય રીતે બેસાડ્યા. આ તમામ કામગીરી માટે અમે ઇન્દ્રોડા ડેપો પાસે કાસ્ટિંગ યાર્ડ તૈયાર કર્યું હતું.
પાણી અવરોધાય નહિ તે રીતે બ્રિજ બનાવાની ચેલેન્જ હતી કેનાલ પર પાણી અવરોધાય નહિ તે રીતે બ્રિજ બનાવવાનો હતો. એટલે કેનાલમાં પિલર મૂકવાની જગ્યાએ કેનાલના છેડે પિલર મૂકી 303 મીટરનો દેશનો સૌથી લાંબો કેબલ બ્રિજ તૈયાર કરી 145 મીટર લાંબો સેન્ટ્રલ સ્પાન અને તેની આજુબાજુમાં 79-79 મીટરના બે સ્પાન મુકાયા છે.