બિહારના પૂર્ણિયામાં કાકાએ પોતાની પત્નીને ભત્રીજા સાથે કઢંગી હાલતમાં પકડી લીધા. ત્યાર ગામના લોકો સાથે મળીને બંનેના લગ્ન કરાવી દીધા. મહિલાની ઉંમર 44 વર્ષ છે જ્યારે છોકરાની ઉંમર 14 વર્ષ છે. બંને વચ્ચે અફેરની જાણકારી ગામના લોકોએ પંજાબમાં નોકરી કરતા પતિને આપી હતી. તે જાણ કર્યા વગર ગામમાં આવ્યો અને બંનેને પકડી લીધા હતા.
આ કિસ્સો પૂર્ણિયા જિલ્લાના બનમનખી વિસ્તારની છે. ઘટના 12 સપ્ટેમ્બરની છે, પરંતુ બળજબરીથી લગ્ન કરાવવાનો વીડિયો હવે સામે આવ્યો છે. વીડિયોમાં જોવા મળે છે કે ગ્રામજનોના દબાવમાં આવી ભત્રીજો તેની કાકીના સેથામાં સિંદૂર ભરી દે છે. વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થતાં પોલીસે પતિ અને અન્ય ગ્રામજનો વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરી છે.
મહિલાની ઉંમર લગભગ 44 વર્ષ છે, જ્યારે છોકરાની ઉંમર માત્ર 14 વર્ષ છે. તે ઘરમાં રહેતો હતો. આ દરમિયાન કાકી સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો. પરિવારજનોની સાથે ગ્રામજનોને પણ તેની જાણ થઈ. સગીર છોકરાના પિતાને પણ પડોશીઓએ આ અંગે જાણ કરી હતી.
મહિલાનો પતિ પંજાબમાં નોકરી કરે છે
ગ્રામજનોએ જણાવ્યું કે મહિલાને ત્રણ સંતાનો છે. પતિ પંજાબમાં નોકરી કરે છે. પરિવારના સભ્યોને બંનેની વચ્ચે ચાલતા આડા સંબંધોની જાણ થઈ હતી. ત્યાર બાદ મહિલાના પતિને ફોન પર આ અંગે જાણ કરી. પતિ કોઈને જાણ કર્યા વિના ઘરે પહોંચી ગયો હતો.