Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

ઘરમાં અનાજ પાછળ થનારો ખર્ચ ઝડપથી ઘટી રહ્યો છે. પેટ્રોલ-ડીઝલ, રાંધણ ગૅસ અને વીજળીની સાથેસાથે કપડાંમાં પણ સરખામણીની દૃષ્ટિએ ઓછો ખર્ચ કરાઈ રહ્યો છે. તેની સામે પીણાં અને ટીવી-ફ્રીજ જેવા વપરાશના સામાન પાછળ થનારા ખર્ચમાં ખાસ્સો વધારો જોવા મળી રહ્યો છે. આ ટ્રેન્ડ ગામ અને શહેર, બંનેમાં એકસરખો છે.


નેશનલ સેમ્પલ સરવે ઑફિસ (એનએસએસઓ)એ ગામડાં અને શહેરોમાં કરેલા હાઉસહોલ્ડ કન્ઝમ્પશન એક્સપેન્ડિચર સરવે (એચસીઈએસ), 2022-23માં આ વાત જાણવા મળી હતી. મહત્ત્વનું છે કે 22 વર્ષમાં શહેરો અને ગામડાંમાં થનારા ખર્ચનું અંતર ઝડપથી ઘટી રહ્યું છે. 2022-23માં શહેરી ઘરોનો સરેરાશ માસિક ખર્ચ ગ્રામ્યઘરાના માસિક ખર્ચ કરતાં 71% વધુ હતો અને એ 2010-11માં 81% વધુ હતું. ઉલ્લેખનીય છે કે 11 વર્ષ પછી એનએસએસઓનો સરવે બહાર આવ્યો છે.

સરવેમાં ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં મફત અનાજ યોજનાઓથી મળતા લાભોને ધ્યાને લેવાયા નથી. નહીંતર આ ખર્ચ વધુ થઈ શક્યો હતો. અહેવાલ પ્રમાણે અનાજ પાછળ ગ્રામ્ય ઘરોનો ખર્ચ 23 વર્ષમાં 22.16%થી ઘટીને 4.89% થયો છે પરંતુ એ સમય દરમિયાન બેવરેજ પાછળ થનારો માસિક ખર્ચ 4.19%થી વધીને 9.62% થયો છે.