જેતપુર જેતપુરના કેશુભાઈ સખીયાનું અવસાન થતાં સદતગના ચક્ષુઓનુ઼ દાન કરાયું હતું. જે સાથે માનવસેવા યુવક મંડળ ધોરાજી અને સરકારી હોસ્પિટલને 348 મું ચક્ષુદાન મળ્યું હતું. જેતપુરના કેશુભાઈ ગોરધનભાઈ સખીયાનું અવસાન થતાં પરિવારજનોએ દુઃખની ઘડીમાં પણ સમાજ સેવા કરવાનો નિર્ણય કર્યો હતો અને ધોરાજી માનવસેવા યુવક મંડળના ધર્મેન્દ્ર બાબરીયા અને સાગર સોલંકીને ચક્ષુદાન કરવા અંગે જાણ કરી હતી. મોડી રાત્રે સિવિલના અધિક્ષક ડોક્ટર જયેશ વેસેટીયન અને મેડિકલ ટીમના રોહિત સોંદરવા, દીપક ભાસ્કર, નિતીન ચુડાસમા સહિતનાઓએ મોડી રાત્રે જેતપુર ખાતે ચક્ષુદાન કરેલ હતું. આ તકે હિતેશભાઈ સખીયા જીગ્નેશભાઈ સખીયા સાગરભાઇ કનેરિયા રવિન્દ્રભાઈ વૈદ જુગતભાઈ માંડાસણા રમેશભાઈ રાદડિયા સહિતના પરિવારજનો હાજર રહ્યા હતા.
ધોરાજી અને આજુબાજુના વિસ્તારમાં ચક્ષુદાન, દેહદાન અને સ્કીન ડોનેશન માટે સરકારી હોસ્પિટલ ધોરાજીનો સંપર્ક કરવા જણાવાયું છે.