Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

GST કાઉન્સિલના મંત્રીઓના જૂથે GSTના 5% અને 18% સ્લેબને મંજૂરી આપી છે. લક્ઝરી વસ્તુઓ 40% માં આવશે. GoMના કન્વીનર સમ્રાટ ચૌધરીએ આ માહિતી આપી. હાલમાં GSTમાં 4 સ્લેબ છે- 5%, 12%, 18% અને 28%.

GoMની બેઠક અંગે તેના કન્વીનર સમ્રાટ ચૌધરીએ કહ્યું, અમે કેન્દ્ર સરકારના પ્રસ્તાવને સમર્થન આપ્યું છે, જેમાં 12% અને 28% GST સ્લેબ નાબૂદ કરવાની વાત કરવામાં આવી છે. કેન્દ્રના પ્રસ્તાવો પર બધાએ પોતાનાં સૂચનો આપ્યાં. કેટલાંક રાજ્યોએ પણ કેટલાક વાંધાઓ ઉઠાવ્યા. એને GST કાઉન્સિલને મોકલવામાં આવ્યો છે, જે એના પર નિર્ણય લેશે.

સ્વતંત્રતા દિવસ પર PM મોદીએ GSTમાં કર ઘટાડાની જાહેરાત કરી હતી 15 ઑગસ્ટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પરથી 2 જાહેરાત કરી હતી. તેમણે 'પ્રધાનમંત્રી વિકાસિત ભારત રોજગાર યોજના' શરૂ કરી. તેમણે દિવાળી સુધીમાં કર ઘટાડતી GST સુધારા યોજના લાવવાની પણ વાત કરી.

પોતાના સંબોધનમાં મોદીએ કહ્યું, આ વર્ષે દિવાળી પર એક મોટી ભેટ મળવાની છે. GST અસ્તિત્વમાં આવ્યાને 8 વર્ષ થઈ ગયાં છે. અમે એની સમીક્ષા કરી છે. અમે એમાં સુધારા કરીને કરવેરા સરળ બનાવ્યા છે.

અમે નેક્સ્ટ જનરેશન GST રિફોર્મ્સ લાવી રહ્યા છીએ. અમે સામાન્ય લોકો માટે કર ઘટાડીશું, રોજિંદા વસ્તુઓ સસ્તી થશે, લોકોને ઘણો ફાયદો થશે.