મહેન્દ્રસિંહ ધોની ભલે ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્ત થઈ ગયો હોય, પરંતુ તેના માટે ફેન્સનો ક્રેઝ ઓછો થતો નથી. માહીએ 7 જુલાઈએ તેનો 42મો જન્મદિવસ ઊજવ્યો હતો, આ પ્રસંગે એક ચાહકે તેનો હૃદયસ્પર્શી વીડિયો શેર કર્યો હતો. આ વીડિયોમાં ધોનીની આખી ક્રિકેટ કારકિર્દી ડિજિટલ ઝૂમ આર્ટ દ્વારા બતાવવામાં આવી છે. વીડિયોની ઝૂમ ટેક્નિક ચોંકાવનારી છે.
ભારતના નકશા પર રાંચીથી શરૂ થયેલી આ ડિજિટલ આર્ટમાં ધોનીના બાળપણમાં ફૂટબોલ રમતા, 5મી વખત IPL ટ્રોફી જીતવાનો અને રવીન્દ્ર જાડેજાને પોતાના ખભે ઉઠાવવાનો સ્કેચ બતાવવામાં આવ્યો છે.
મહારાષ્ટ્રના કલાકારે ધોનીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી
મહારાષ્ટ્રના થાણેમાં રહેતા કોર્પોરેટ વર્કર પ્રાંજલિ ચવ્હાણે ડિજિટલ ઝૂમ આર્ટ દ્વારા ધોનીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. તેણે 7 જુલાઈના રોજ તેના ઈન્સ્ટાગ્રામ પર 1 મિનિટ અને 3 સેકન્ડનો વીડિયો શેર કર્યો હતો.