શહેરમાં અમીન માર્ગ પર એપાર્ટમેન્ટમાં રહેતા ધો.11નો છાત્ર ઘરેથી નીકળ્યા બાદ લાપતા થઇ જતા તેના પરિવારે તેની શોધખોળ કર્યા બાદ પોલીસને જાણ કરી હતી. બાદમાં સોમવારે સવારે ન્યારી ડેમમાંથી લાશ મળી આવતા તેના પરિવારમાં કલ્પાંત સર્જાયો છે. બનાવને પગલે તાલુકા પોલીસે બનાવ આત્મહત્યા કે અન્ય કંઇ ? તે અંગે તપાસ હાથ ધરી હતી.
અમીન માર્ગ પર ડ્રીમસિટી એપાર્ટમેન્ટમાં રહેતો સાગર મનીષભાઇ વાછાણી (ઉ.18) શનિવારે સવારે ઘેરથી મારું જમવાનું નહીં બનાવતા કહી નીકળ્યા બાદ લાપતા થતા પરિવારે શોધખોળ બાદ માલવિયાનગર પોલીસમાં ફરિયાદ કરી હતી. દરમિયાન કિશોરનું ટૂ વ્હિલર ન્યારી ડેમ પાસેથી મળી આવ્યું હતું. બાદમાં સોમવારે સવારે ન્યારી ડેમમાં એક લાશ તરતી હોવાની રાહદારીએ જાણ કરતા ફાયર બિગ્રેડ સ્ટાફે મૃતદેહને બહાર કાઢી પોલીસને જાણ કરી હતી. તપાસ કરતાં શનિવારે અમીન માર્ગ પરથી લાપતા થયેલા સાગરની લાશ હોવાનું ખૂલ્યુ હતુ. સાગર પરિમલ સ્કૂલમાં ધો.11માં અભ્યાસ કરતો હતો