પુરુષ વંધ્યત્વ અને પરિવારમાં કેન્સરને લઈ એક નવો ખુલાસો થયો છે. તાજેતરના અધ્યયનમાં સંશોધકોએ શોધી કાઢ્યું છે કે જે પુરુષોના પરિવારોને બાળકોની સમસ્યા હોય છે તેમને અમુક પ્રકારનાં કેન્સર થવાનું જોખમ વધારે હોય છે.
આ કેન્સરમાં હાડકાં અને સાંધા, કોલોન અને અંડકોષ સામેલ હોઈ શકે છે. અત્યાર સુધી એવું માનવામાં આવતું હતું કે જે પુરુષો પોતે વંધ્યત્વ સાથે સંઘર્ષ કરી રહ્યા છે તેમને કેન્સર, હૃદયરોગ અને ઓટોઈમ્યુન બીમારીનું જોખમ વધારે હોય છે, પરંતુ નવા અભ્યાસમાં સંશોધકોએ એ જાણવાનો પ્રયાસ કર્યો કે શું તેમના પરિવારો પણ આ જ જોખમમાં છે.