Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

અમેરિકા અને બ્રિટન બાદ હવે વધુ એક દેશ ચીનના પડકારનો સામનો કરવા આગળ આવ્યો છે. યુરોપની સૌથી મોટી અર્થવ્યવસ્થા જર્મનીએ તેની નવી નીતિ જાહેર કરી છે. એશિયાની સૌથી મોટી અર્થવ્યવસ્થા ચીનને ભાગીદાર, હરીફ અને માળખાકીય પ્રતિસ્પર્ધી તરીકે ગણાવી છે. જર્મન સરકારે 64 પાનાનો દસ્તાવેજ જારી કરતાં જણાવ્યું હતું કે જર્મની હવે ચીન પરની નિર્ભરતા ઘટાડશે. નવી નીતિમાં એ પણ ઉલ્લેખ કરાયો છે કે ચીન સાથે રિચર્સ સહયોગ બંધ કરી દેવામાં આવશે. સંશોધન પ્રોજેક્ટ્સને જર્મન સરકાર સમર્થન આપશે નહીં. તેમજ જર્મન શિક્ષણવિદોને સહયોગના સુરક્ષા જોખમો વિશે વધુ જાગૃત કરવામાં આવશે. નોંધનીય છે કે જર્મની મુખ્ય ક્ષેત્રોમાં ચીન પરની નિર્ભરતા ઘટાડવા માટે મહત્ત્વનાં પગલાં ભરશે.

અમેરિકાની ચીન પ્લસ વન પોલિસી
અમેરિકા ભારતને ચીનના પ્રતિસ્પર્ધી તરીકે જુએ છે, તેથી જ છેલ્લાં કેટલાંક વર્ષોમાં ભારત અને અમેરિકા વચ્ચેનો વેપાર ઘણો વધ્યો છે. ચીનના વિકલ્પ માટે અમેરિકાએ ચીન પ્લસ વન પોલિસી શરૂ કરી છે. તેનો હેતુ કંપનીઓને ચીનની બહાર કામગીરી વિસ્તારવા માટે પ્રોત્સાહિત કરવાનો છે.

જાપાન સમાન વિચારધારાવાળાને મદદ કરશે
ચીન સાથે સ્પર્ધા કરવા માટે જાપાને ગયા એપ્રિલમાં એક યોજના રજૂ કરી હતી. તે મુખ્યત્વે એશિયામાં સમાન વિચારધારા ધરાવતા દેશોને સૈન્ય સહાય પ્રદાન કરશે, કારણ કે જાપાન તાઈવાન અને દક્ષિણ ચીન સાગરના મુદ્દાઓ પર ચીનના આક્રમક વલણનો સામનો કરવા ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં તેનો પ્રભાવ વધારવા માંગે છે. જાપાનનું આ પગલું તેની અગાઉની નીતિને તોડે છે.