રિન્યુએબલ એનર્જી, રોડ અને રિયલ એસ્ટેટ જેવા ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરમાં આગામી બે વર્ષમાં ઝડપી ગ્રોથ જોવા મળશે. ક્રિસિલ રેટિંગ્સના અનુમાન અનુસાર એપ્રિલથી શરૂ થતા નાણાકીય વર્ષ 2024-25 અને 2025-26માં આ ત્રણ સેકટરમાં રોકાણ વધીને 15 લાખ કરોડ રૂપિયાને આંબી ગયું છે. જે ગત બે વર્ષની તુલનાએ 38% વધુ છે. ક્રિસિલના વિશ્લેષકો અનુસાર, 15 લાખ કરોડમાંથી 60% એટલે કે 9 લાખ કરોડ રૂપિયાનું રોકાણ માત્ર રોડ પ્રોજેક્ટ્સમાં આવશે. જ્યારે 20% (3 લાખ કરોડ)નું રોકાણ રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટ્સમાં આવશે.
ગ્રીન એનર્જીની માંગ આ સેક્ટરમાં ઝડપી ગ્રોથનું સૌથી મોટું કારણ હશે. સરકાર આ સેક્ટરને વેગ આપી રહી છે.