ઇક્વિટી માર્કેટની તુલનાએ પ્રાઇમરી માર્કેટમાં મજબૂત સ્થિતી જોવા મળી છે. ચાલુ વર્ષ દરમિયાન એસએમઇ-મેઇનબોર્ડમાં કુલ 24 આઇપીઓ યોજાયા છે જેમાંથી સરેરાશ 12માં રોકાણકારોને જંગી કમાણી કરી છે. ત્રણ એસએમઇ આઇપીઓ લિસ્ટ થયા હતા જેમાં સરેરાશ 7 ટકાથી 83 ટકા સુધીનું રિટર્ન મળ્યું છે.
2024નુ વર્ષ પણ SME IPOનુ બની રહેશે તેમ આઇપીઓ એનાલિસ્ટ પરેશ વાધાણીએ જણાવ્યું હતું. પ્રાઈમરી માર્કેટમાં ચાલુ કેલેન્ડર વર્ષમાં અત્યાર સુધીમાં રૂ.6500 કરોડથી વધુના IPO યોજાઇ ચૂક્યા છે. જેમાં SMEનો રૂ.632 કરોડનો સમાવેશ થાય છે.આ સપ્તાહે મેઇન બોર્ડમાં ત્રણ આઇપીઓ આવી રહ્યાં છે.
જના સ્મોલ ફાઇ.નો આઇપીઓ 7 ફેબ્રુ.થી યોજાશે: જના સ્મોલ ફાઇનાન્સ બેંક બેંગલુરુ સ્થિત સ્મોલ ફાઇનાન્સ બેંક પણ તેનો રૂ. 570 કરોડનો પબ્લિક ઇશ્યુ 7 ફેબ્રુ.એ ખુલશે અને 9 ફેબ્રુ. બંધ થશે.પ્રાઈસ બેન્ડ રૂ. 393-414 પ્રતિ શેર નક્કી કરવામાં આવી છે.આ ઉપરાંત કેપિટલ સ્મોલ ફાઇનાન્સ બેંક તથા રાશી પેરિફેરલ્સનો આઇપીઓ યોજાશે.