Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

આરબીઆઇ તેની આગામી MPC બેઠક દરમિયાન યથાસ્થિત જાળવી રાખે તેવી શક્યતા સ્ટેટ બેન્ક ઑફ ઇન્ડિયાના ચેરમેન દિનેશ ખારાએ વ્યક્ત કરી હતી. ઔદ્યોગિક સંગઠન CII દ્વારા આયોજીત એક કાર્યક્રમને સંબોધિત કરતા તેમણે કહ્યું હતું કે એક બેન્ક તરીકે વ્યાજદરમાં ઘટાડો થાય તેવી કોઇ શક્યતા જણાતી નથી અને RBI યથાસ્થિતિ જાળવી રાખશે તેવી શક્યતા વર્તાઇ રહી છે.

RBIની આગામી મોનેટરી પોલિસીની બેઠક આગામી 8-10 ઓગસ્ટના રોજ યોજાશે. નોંધનીય છે કે RBIએ સતત બીજી મોનેટરી પોલિસીની બેઠક દરમિયાન દરેકને અચંબિત કરતા વ્યાજદરો યથાવત્ રાખ્યા હતા પરંતુ ચોમાસા પર નજર રાખવા દરમિયાન ફુગાવો હળવો થાય છે કે નહીં તેનું પણ આકલન કરાશે તેવા સંકેતો આપ્યા હતા. રિટેલ સેક્ટરમાં મજબૂત માંગને કારણે કોર્પોરેટ સેક્ટરમાં ક્ષમતાના વિસ્તરણ માટે રોકાણની જરૂરિયાત ઉભી થઇ છે. વપરાશ વધી રહ્યો છે અને કોર્પોરેટ સેકટર પણ હવે મૂડીખર્ચ અંગે યોજના બનાવી રહ્યું છે.