ઇકોનોમી ઓબ્ઝર્વર રિપોર્ટ ડન એન્ડ બ્રેડસ્ટ્રીટના મુખ્ય આર્થિક સૂચકાંકો પરનો ચિતાર તેમજ તાજેતરના આર્થિક ટ્રેન્ડ અંગેની સમજ પૂરી પાડે છે. ડન અને બ્રેડ સ્ટ્રીટના રિપોર્ટ અનુસાર માર્ચ 2024 દરમિયાન બાંધકામને લગતી પ્રવૃત્તિમાં રિકવરી, સ્થાનિક માંગમાં સ્થિતિસ્થાપકતા, ચૂંટણીને લગતા ખર્ચને કારણે IIP ગ્રોથ મજબૂત રહેશે. માર્ચ 2024 દરમિયાન IIP ગ્રોથ 5% રહેવાનો અંદાજ છે.
પશ્ચિમ એશિયામાં તણાવમાં વધારાને કારણે CPI ફુગાવા પર અસર જોવા મળી શકે છે. WPI ફુગાવો પણ ઉપરની તરફ જઇ શકે છે. ડન અને બ્રેડસ્ટ્રીટ અનુસાર CPI ફુગાવો અંદાજે 4.3% અને WPI ફુગાવો 0.5%ની આસપાસ રહી શકે છે. રિટેલ ફુગાવામાં ઘટાડો થયો હોવા છતાં યુએસ ફેડ દ્વારા રેટમાં ઘટાડાને લઇને વિલંબને કારણે ભારતમાં પણ વ્યાજદરોમાં કાપને મુલતવી રાખવામાં આવે તેવી શક્યતા છે.
એપ્રિલ 2024માં ભૌગોલિક રાજકીય તણાવમાં વધારાને કારણે યિલ્ડ વધુ રહી શકે છે. બેન્કિંગ સિસ્ટમાં વધુ લિક્વિડિટીને કારણે ટૂંકા ગાળાની યિલ્ડમાં ઘટાડો થઇ શકે છે. ડન અને બ્રેડસ્ટ્રીટ અનુસાર એપ્રિલ 2024 દરમિયાન 10 વર્ષની જી-સેક યિલ્ડ 7.1%ની આસપાસ રહી શકે છે જ્યારે 15-91 દિવસના ટ્રેઝરી બિલ્સની યિલ્ડ 6.85%ની આસપાસ રહી શકે છે.