દેશમાં પ્લાસ્ટીક ઇન્ડસ્ટ્રીઝનો વાર્ષિક ધોરણે 12 થી 15 ટકાનો ગ્રોથ રહ્યો છે. 7 લાખ કરોડની ઇન્ડસ્ટ્રીઝ આગામી વર્ષ 2030 સુધીમાં 10 લાખ કરોડ પહોંચવાનો સરકારનો અંદાજ છે. ગુજરાત માર્કેટ લિડર સાથે 40 ટકાથી વધુ હિસ્સો ધરાવે છે તેવું અનુમાન પ્લાસ્ટીવિઝન ઇન્ડિયા 2023ના કો-ચેરમેન આસુતોષ ગોરે વ્યક્ત કર્યો હતો વધુમાં તેઓએ જણાવ્યું કે ઇન્ડસ્ટ્રીઝને વેગ આપવા માટે પ્લાસ્ટીવિઝન ઈન્ડિયા 2023 એક્ઝિબિશન 7 થી 11 ડિસેમ્બર 2023 દરમિયાન મુંબઈ ખાતે યોજાશે જેમાં દેશ-વિદેશમાંથી 2.5 લાખથી વધુ મેન્યુફેક્ચર્સ, ટ્રેડર્સ, મુલાકાતીઓ ઉપસ્થિત રહેશે. કોવિડ પહેલા યોજાયેલા પ્લાસ્ટીવિઝનમાં સરેરાશ એક હજાર કરોડથી વધુનો બિઝનેસ થયો હતો જે આ વખતે યોજાનારા એક્ઝિબિશનમાં સરેરાશ 1500 કરોડના વેપારની આશા છે.
પ્લાસ્ટીવિઝન ઈન્ડિયા 2023 એ મોટા સહકારી સંસ્થાઓ અને એમએસએમઈ અને સ્ટાર્ટ-અપ્સ માટે વૈશ્વિક બિઝનેસ વિકસાવવા માટેનું પ્લેટફોર્મ છે. સૌથી વધુ વપરાશ ફાર્મા, એગ્રી સેક્ટર, પેકેજિંગ ઇન્ડસ્ટ્રીઝમાં થઇ રહ્યો છે. મજબૂત માગને ધ્યાનમાં લેતા આગામી એકાદ વર્ષમાં સરેરાશ પાંચ હજાર કરોડથી વધુનું રોકાણ આવશે જેમાં ગુજરાતમાં બે હજાર કરોડના રોકાણની સંભાવના છે. ઇન્ડસ્ટ્રીઝ નેટ ઝીરો વિઝનમાં સૌથી વધુ યોગદાન પુરૂ પાડે છે.