ભારતે પ્રથમ T20માં સાઉથ આફ્રિકાને 61 રને હરાવ્યું હતું. ડરબનના કિંગ્સમીડ સ્ટેડિયમમાં સાઉથ આફ્રિકાએ ટૉસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનું પસંદ કર્યું હતું. પહેલી બેટિંગ કરતા સંજુ સેમસનની સદીના આધારે ભારતે 202 રન બનાવ્યા હતા. 203 રનના ટાર્ગેટના જવાબમાં સાઉથ આફ્રિકાની ટીમ 17.5 ઓવરમાં 141 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી.
ભારત તરફથી સ્પિનરો વરુણ ચક્રવર્તી અને રવિ બિશ્નોઈએ 3-3 વિકેટ લીધી હતી. સાઉથ આફ્રિકા તરફથી હેનરિક ક્લાસને સૌથી વધુ 25 રન બનાવ્યા હતા. પ્રથમ T20 જીતીને ભારતે સિરીઝમાં 1-0ની સરસાઈ મેળવી લીધી છે. બીજી મેચ 10 નવેમ્બરે કેબેરામાં રમાશે.
ભારત (IND): સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), અભિષેક શર્મા, સંજુ સેમસન (વિકેટકીપર), તિલક વર્મા, હાર્દિક પંડ્યા, રિંકુ સિંહ, અક્ષર પટેલ, રવિ બિશ્નોઈ, વરુણ ચક્રવર્તી, અર્શદીપ સિંહ અને આવેશ ખાન