આર્કટિક પ્રદેશ (ઉત્તર ધ્રુવ) પાસેના સ્વાલબાર્ડ દ્વીપસમૂહમાં લોંગયરબેન સ્થિત વિશ્વ પ્રસિધ્ધ આર્કટિક વૉલ્ટ આર્કાઇવમાં ધોળાવીરા સહિત ભારતની 3 હેરિટેજ સાઇટ્સના ડિજિટલ વર્ઝનને ભૌતિક રીતે જમા કરાવવામાં આવ્યા હતાં. આ સ્થાને વિશ્વભરના ઘણા સ્થળો અને કળાઓના ડિજિટલ વર્ઝન સંગ્રહિત કરવામાં આવી છે.આમ હવે ભારતના પણ ધોળાવીરા, તાજમહેલ અને ભીમબેટકા ગુફાઓનો ડેટા હજોરો વર્ષો સુધી સંગ્રહિત થઇ ગયો છે ! પીકલ ઇન્ડિયા એક નોર્વેની કંપની છે. જેની ભારતીય ભાગીદારે ભારત સરકારના સહયોગથી આ કામ કર્યું હતું.
આ નોર્વેની કંપની એ 2017 માં આર્કટિક વિશ્વ આર્કાઇવની સ્થાપના કરી હતી. પીકલ ઇન્ડિયા સમગ્ર દેશમાં વિવિધ પ્રકારના કાગળો, પુસ્તકો, વસ્તુઓ, સ્મારકો અને સાઇટ્સના ડિજિટાઇઝેશન અને જાળવણી પર કામ કરી રહી છે. ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ અને ભારતના સાંસ્કૃતિક મંત્રાલય દ્વારા આ આ કામ માટે સુવિધા પુરી પાડવામાં હતી. ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ ટીમે સ્કેનિંગ પ્રક્રિયાનું નિરીક્ષણ કર્યું અને 3 પ્રોજેક્ટ માટે લોજિસ્ટિકલ અને સંપૂર્ણ ગ્રાઉન્ડ સપોર્ટ પૂરો પાડ્યો હતો.