Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

શહેરના જાણીતા વેપારી ઇગલ મોટર્સના મનીષ બાવરિયા સહિત પાંચ ડિરેક્ટર્સે રૂ.28.20 કરોડની ટેક્સચોરી કર્યાની ફરિયાદ નોંધાતા ચકચાર મચી ગઇ હતી. રેસકોર્સ રિંગ રોડ પર આવેલી રાજ્ય વેરા કમિશનર કચેરીના રાજ્ય વેરા અધિકારી સંદિપ ભીમાભાઇ ચાવડાએ ક્રાઇમબ્રાંચમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે ગોંડલ રોડ બાયપાસ સર્કલ પાસે આવેલી ઇગલ મોટર્સ પ્રા.લી.ના ડિરેક્ટરો મનીષ રસિક બાવરિયા, રસિકલાલ દામજી બાવરિયા, જયેન્દ્ર રસિક બાવરિયા, દિનેશ રસિક બાવરિયા અને કંચન રસિક બાવરિયાના નામ આપ્યા હતા.


વેરા અધિકારી ચાવડાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, ઉપરોક્ત ઇગલ મોટર્સ પ્રા.લી. કોમોડિટી તથા ફોર વ્હિલ અને તેના પાર્ટસ, ટાયર-ટ્યૂબ અને એસેસરીઝનો વેપાર કરે છે. નાણાકીય વર્ષ 2008-09થી નાણાકીય વર્ષ 2014-15ના સમયગાળા દરમિયાન વેટ-સીએસટી કાયદા હેઠળ આકારણી કરવામાં આવી હતી, જે મુજબ ગુજરાત સરકારને ભરવાનો થતો વેટ રૂ.28,10,48,035 તથા કેન્દ્ર સરકારને ભરવાનો તો સીએસટીની રકમ રૂ.10,42,388 મળી કુલ રૂ.28,20,90,423 તથા વ્યાજ ચડત થયું હતું.

એટલું જ નહીં ઉપરોક્ત પ્રોપર્ટી સરકાર હસ્તગત કરી નાણાં વસૂલાત કરી શકે નહી તે માટે તે પોપર્ટી અન્યને વેચી નાખી હતી. આ મામલે ઇગલ મોટર્સના મનીષ બાવરિયા સહિત પાંચેય આરોપી સામે ગુનો નોંધવામાં આવ્યો હતો અને EOWના પીએસઆઇ સી.બી.જાડેજાએ વિશેષ કાર્યવાહી હાથ ધરી હતી.