IPL 2025 સીઝન માટે ગુજરાત ટાઇટન્સ (GT) ઉત્સાહ સાથે તૈયાર છે. શુભમન ગિલની આગેવાનીમાં ટીમ 25 માર્ચે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પંજાબ કિંગ્સ સામે પહેલી મેચ રમશે એટલે કે 25 માર્ચથી નમો સ્ટેડિયમમાં GTના ચાહકો દ્વારા ‘આવા દે’ના નારા ગૂંજશે. અમદાવાદ સહિત અનેક શહેરોમાં IPLની ઓફલાઈન ટિકિટોનું વેચાણ શરુ થઈ ચૂક્યું છે. બીજી તરફ ગુજરાત ટાઈટન્સે આ વખતે પોકીમોન સાથે ટાઇઅપ કર્યું છે એટલે આ વખતે GTના ફેનપાર્કમાં પોકીમોન પણ જોવા મળશે.
આજરોજ અમદાવાદમાં આ સિઝન માટેની પ્રેસ કોન્ફરન્સમાં ગુજરાત ટાઇટન્સ ટીમના મુખ્ય ઓપરેટિંગ ઓફિસર (COO) કોલ. અરવિંદર સિંહ, ક્રિકેટ ડિરેક્ટર વિક્રમ સોલંકી, હેડ કોચ આશીષ નેહરા, આસિસ્ટન્ટ કોચ પાર્થિવ પટેલ અને કેપ્ટન શુભમન ગિલે ટીમની તૈયારી, રણનીતિ અને આગલી સીઝન માટે વિચારો શેર કર્યા. આ પ્રેસ કોન્ફરન્સમાં પાર્થિવ પટેલે કહ્યું કે, એક ગુજરાતી તરીકે ગુજરાત ટાઈટન્સ માટે કામ કરવાનો ખૂબ જ આનંદ થશે તો શુભમન ગીલે કહ્યું કે, પહેલા બે વર્ષના પ્રમાણમાં ગયા વર્ષે અમારું પ્રદર્શન ખરાબ હતું, જેને સુધારવાનો આ વર્ષે પ્રયાસ કરીશું
ટાઇટન્સ આ સીઝનની પહેલી મેચ 25 માર્ચે પંજાબ કિંગ્સ સામે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, અમદાવાદમાં રમશે. મજબૂત સ્કોડ અને વૈકલ્પિક આયોજન સાથે, ફ્રેન્ચાઇઝી માત્ર ક્રિકેટમાં સફળતા પ્રાપ્ત કરવાનો ધ્યેય રાખતી નથી, પરંતુ ફેન્સને અનોખું અનુભવ આપવાની પણ કોશિશ કરે છે.
અમે ટાઇટન્સના ફેન્સને ખાસ અનુભવ આપવા પ્રયત્નશીલ છીએ ગુજરાત ટાઇટન્સના COO કોલ. અરવિંદર સિંહે જણાવ્યું કે, "દરેક IPL સીઝન નવો ઉત્સાહ લઈને આવે છે અને આ સીઝન પણ એવી જ રોમાંચથી ભરપૂર હશે. અમારી ફ્રેન્ચાઇઝી ફક્ત ક્રિકેટ પર જ ધ્યાન નથી આપતી પરંતુ, સ્ટેડિયમમાં ફેન્સ માટે શ્રેષ્ઠ અનુભવ આપવા માટે પણ અમે પ્રતિબદ્ધ છીએ. રોમાંચથી લઈ સરળ ટિકિટ વેચાણ સુધી અમે ટાઇટન્સના ફેન્સને આ સીઝનમાં કંઈ ખાસ અનુભવ આપવા માટે પ્રયત્નશીલ છીએ."