Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

વૈશ્વિક બજારોની સતત વધી રહેલી અનિશ્ચિતત્તા તેમજ ગોલ્ડ ઇટીએફમાં સારા રિટર્નના કારણે રોકાણકારો છેલ્લા કેટલાક સમયથી પ્રોફિટબુક કરી રહ્યાં હતા. જોકે, સલામત રોકાણ અને આગામી સમયમાં સારા રિટર્નના આશાવાદે રોકાણકારો ફરી રોકાણ કરવા માટે પ્રેરાયા છે. જૂન ક્વાર્ટરમાં ગોલ્ડ ઇટીએફમાં રૂ.298 કરોડનું રોકાણ નોંધાયું હતું. નિષ્ણાતો માને છે કે રોકાણકારો તેમની સંપત્તિનો અમુક હિસ્સો સેફ-હેવન ઇન્વેસ્ટમેન્ટ પ્રોડક્ટમાં રોકાણ કરવાનું ચાલુ રાખશે.જોકે,ગતવર્ષે આ સમયગાળાની તુલનાએ રોકાણ પ્રવાહ સરેરાશ 80 ટકા ઓછો રહ્યો છે. બીજી તરફ, એસોસિએશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઇન ઇન્ડિયાનો અહેવાલ દર્શાવે છે કે સમીક્ષા હેઠળના ત્રિમાસિક ગાળામાં એસેટ બેઝ અને રોકાણકારોના ખાતા ગોલ્ડ ETFના ફોલિયોની સંખ્યામાં વધારો નોંધાયો છે.


અહેવાલ અનુસાર, ચાલુ નાણાકીય વર્ષ (2023-24)ના એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં ગોલ્ડ-લિંક્ડ ETFમાં રૂ. 298 કરોડનો રોકાણ પ્રવાહ રહ્યો છે. માર્ચ ક્વાર્ટરમાં રૂ.1,243 કરોડ, ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ.320 કરોડ અને સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ.165 કરોડના આઉટફ્લો બાદ પોઝિટીવ ટ્રેન્ડ જોવા મળ્યો છે.અગાઉ વર્ષે ગોલ્ડ ઇટીએફમાં જૂન 2022ના અંતે પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં રૂ. 1,438 કરોડનો પ્રવાહ નોંધાયો હતો.છેલ્લા કેટલાક ત્રિમાસિક ગાળામાં ગોલ્ડ ETFમાં મધ્યમ પ્રવાહ લાંબા ગાળાના મૂડી લાભો દૂર કરવા અને સ્થાનિક ઇક્વિટીની તુલનામાં સોનાના સાપેક્ષ નબળા પ્રદર્શનને કારણે હોઈ શકે છે તેમ સેન્કટમ વેલ્થના ઇનવેસ્ટમેન્ટ પ્રોડક્ટ હેડ આલેખ યાદવે જણાવ્યું હતું.