રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ (RBI) ખાનગી બેન્કો તેમજ વિદેશી બેન્કોની સંપૂર્ણ માલિકીની પેટા કંપનીઓને એમડી અને સીઇઓ સહિત ઓછામાં ઓછા બે હોલ ટાઇમ ડિરેક્ટર્સ (WTDs) રાખવાનું સુનિશ્ચિત કરવાનો નિર્દેશ આપ્યો છે. કંપનીમાં ઉત્તરાધિકાર માટેના આયોજનના સંદર્ભમાં RBIએ કંપનીઓને તેનું અનુપાલન કરવા જણાવ્યું છે.
RBIએ તેના પરિપત્રમાં જણાવ્યું હતું કે બેન્કિંગ સેક્ટરની વધતી જતી જટિલતાને ધ્યાનમાં રાખતા, તેમાં જોવા મળતા હાલના તેમજ ભાવિ પડકારોને દૂર કરવા માટે એક અસરકારક સિનિયર મેનેજમેન્ટ ટીમની સ્થાપના કરવી એ સમયની માંગ છે. આવી ટીમની સ્થાપના ખાસ કરીને મેનેજિંગ ડિરેક્ટર તેમજ ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (એમડી અને સીઇઓ) હોદ્દાઓ માટે કાર્યકાળ તેમજ ઉપલી વય મર્યાદના સંદર્ભમાં નિયમનકારી શરતોની પૃષ્ઠભૂમિમાં ઉત્તરાધારિકના આયોજન પણ વધુ અસરકારક તેમજ સરળ બનાવી શકે છે.