સતત વરસી રહેલા વરસાદ વચ્ચે ભરૂચ અને સુરત વચ્ચે 35 કિ.મી. કરતા લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો. વહેલી સવારથી જ મોતાલી ગામ નજીકથી શરૂ થયેલો જામ છેક સુરતના નાના બોરસરા ગામ સુધી પહોંચ્યો હતો. અંદાજે 35 કિ.મી. લાંબા આ માર્ગ પર સુરત - મુંબઈ તરફ જતા અનેક વાહનોનાં પૈડાં થંભી ગયાં હતાં.
ઓછામાં ઓછા 12 કલાક સુધી ટ્રાફિક જામ
વર્ષો બાદ પુનઃ એકવાર સૌથી લાંબો ટ્રાફિક જામ જોવા મળ્યો હતો. અગાઉ ભરૂચ નબીપુરથી લઇ ધામરોડ પાટિયા સુરત સુધી વાહનોની કતાર લાગી હતી. આ દરમિયાન સોમવારના રોજ સર્જાયેલા ટ્રાફિક જામને લઇ સુરત તરફ જતા ભારે વાહનો ઓછામાં ઓછા 12 કલાક સુધી ટ્રાફિક જામમાં અટવાયેલા રહ્યા હતા.