Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

મલેશિયાના ફાસ્ટ બોલર સ્યાઝરૂલ ઈદરસે T20 ઈન્ટરનેશનલમાં 7 વિકેટ લઈને ઈતિહાસ રચ્યો છે. આવું કરનાર તે પ્રથમ બોલર બન્યો. ઈદરસે તેની 4 ઓવરના સ્પેલમાં માત્ર 8 રન આપ્યા હતા. તેના પ્રદર્શનના આધારે મલેશિયાએ ચીનને 23 રનમાં ઓલઆઉટ કરી દીધું હતું. ત્યારબાદ ટીમે 24 રનનો ટાર્ગેટ માત્ર 4.5 ઓવરમાં હાંસલ કરી લીધો હતો.

બધા બેટર્સને વિકેટ બોલ્ડ કર્યા
મલેશિયાના સ્યાઝરુલેT20 વર્લ્ડ કપના એશિયા-બી ક્વોલિફાયરમાં 7 વિકેટ ઝડપી હતી. કુઆલાલંપુરમાં ચાલી રહેલા ક્વોલિફાયર સ્ટેજની પહેલી જ મેચમાં તેણે ચીન સામે આ કારનામું કર્યું હતું. ખાસ વાત એ છે કે તેણે તમામ બેટર્સને ઇન-સ્વિંગર બોલ પર બોલ્ડ કર્યા હતા.

7 વિકેટ લેનાર પ્રથમ ખેલાડી બન્યો
સ્યાઝરૂલ T20 ઈન્ટરનેશનલના ઈતિહાસમાં 7 વિકેટ લેનારો પ્રથમ બોલર બન્યો છે. તેણે નાઈજીરીયાના પીટર અહોનો રેકોર્ડ તોડ્યો હતો. પીટરે 2021માં સિએરા લીયોન સામે 5 રન આપીને 6 વિકેટ લીધી હતી. ભારતના દીપક ચહરના નામે સંપૂર્ણ સભ્ય રાષ્ટ્રમાં સર્વશ્રેષ્ઠ બોલિંગ ફિગરનો રેકોર્ડ છે. તેણે 2019માં બાંગ્લાદેશ સામે માત્ર 7 રન આપીને 6 વિકેટ લીધી હતી.

T20માં અત્યાર સુધી 12 ખેલાડીઓએ એક જ ઈનિંગમાં 6 વિકેટ ઝડપી હતી, પરંતુ કોઈ બોલર 7 વિકેટ લઈ શક્યો નહોતો. જેમાં એસોસિયેટ દેશોના 6 ખેલાડીઓ અને ટેસ્ટ રમતા દેશોના 6 ખેલાડીઓનો સમાવેશ થાય છે.