Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

ધરમપુરના પર્યટન સ્થળ વિલ્સન હિલ પર બાઇક પર જોખમી સ્ટંટ કરતો વીડિયો સોશિયલ મીડિયા વાયરલ થતા હરકતમાં આવેલી પોલીસે કાર્યવાહી કરી ગુનો દાખલ કર્યો છે. અને ગણતરીના કલાકોમાં જોખમી બાઇક સ્ટંટ કરનારા યુવકને પકડી પાડ્યો હતો.

સ્ટંટ કરતો વીડિયો સોશિયલ મીડિયા વાયરલ
ધરમપુર વિલ્સનહિલ ખાતે અમુક ઇસમો પર્યટન સ્થળે પોતાની તેમજ બીજાઓની જિંદગી તેમજ શારિરીક સલામતી જોખમાય તે રીતે બેફામ પણે તેમજ બેદરકારી પૂર્વક બાઇક હંકારી લાવી તેમજ સ્ટંટ કરી જાહેર જિંદગી તેમજ શારરીક સલામતી જોખમાય તેવા ભયજનક પ્રકારના સ્ટંટ કરી વિડીયો બનાવી સોશિયલ મીડીયામાં વાયરલ કર્યા હતા.


પર્યટન સ્થળો પર બાઇક સવારો મોટી સંખ્યામાં આવતા હોય
આ જોખમી અને ભયજનક સ્ટંટ કરનાર ઇસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા વલસાડ એસપી ડો.રાજદિપસિંહ ઝાલાની સુચના અને માર્ગદર્શન તેમજ નાયબ પોલીસ અધિક્ષક એ.કે.વર્માના માર્ગદર્શન હેઠળ ધરમપુર પોલીસે આ સ્ટંટ કરનારા ઇસમોની તપાસ હાથ ધરી હતી. વિલ્સનહિલ ઉપર આવેલી છત્રીની સામે જાહેર રોડ ઉપર કેટીએમ બાઇક નંબર જીજે-05-પીજી-2914 ઉપર કરેલા સ્ટંટનો વિડીયો Bhoya Bhavin ( badnam_rider_bhavin4 6)ની ઇન્સ્ટાગ્રામ આઇડી ઉપર અપલોડ થયેલાનું જણાયું હતું.