ન્યૂઝીલેન્ડ સામે 2 ટેસ્ટ હારી ચૂકેલી ટીમ ઈન્ડિયાએ દિવાળી પર પણ ટ્રેનિંગ કરવી પડશે. ભારતીય ટીમ 3 ટેસ્ટ મેચની સિરીઝમાં 2-0થી પાછળ છે. ત્રીજી ટેસ્ટ મુંબઈમાં યોજાવાની છે અને તે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) માટે મહત્વપૂર્ણ છે.
ટીમ મેનેજમેન્ટે કહ્યું છે કે તમામ ખેલાડીઓ 1 નવેમ્બરથી શરૂ થઈ રહેલી મુંબઈ ટેસ્ટની તૈયારી કરશે. ભારતીય ટીમ મેનેજમેન્ટે ઓપશનલ ટ્રેનિશ સેશન નહીં યોજવાનો નિર્ણય લીધો છે. રિપોર્ટ્સ અનુસાર ત્રીજી ટેસ્ટ પહેલા ટીમ ઈન્ડિયા 30 અને 31 ઓક્ટોબરે મુંબઈમાં પ્રેક્ટિસ કરશે. તમામ ખેલાડીઓએ આ સત્રમાં હાજરી આપવી પડશે. રોહિત, કોહલી અને બુમરાહ જેવા સિનિયર ખેલાડીઓને પણ દિવાળી દરમિયાન આરામ નહીં મળે.
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના દૃષ્ટિકોણથી ભારતીય ટીમ માટે મુંબઈ ટેસ્ટ મહત્વપૂર્ણ છે. સતત 2 મેચ હાર્યા બાદ ભારતે હવે આગામી 6માંથી 4 ટેસ્ટ જીતવી પડશે. 5 મેચ ઓસ્ટ્રેલિયામાં છે. આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયાને છેલ્લી મેચ જીતવી પડશે. જો ન્યૂઝીલેન્ડની ટીમ ભારત સામે ક્લીન સ્વીપ કરવામાં સફળ થાય છે તો તેનું WTC ફાઈનલમાં પહોંચવું મુશ્કેલ બની જશે.