Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

આરબીઆઈએ દેશના નાણાકીય ક્ષેત્રની વિસ્તૃત રિસ્ક પ્રોફાઈલ તૈયાર કરી છે. આરબીઆઈના આ ‘ફાઈનાન્સિયલ સ્ટેબિલિટી રિપોર્ટ’માં કહેવાયું છે કે 14 એસેટ મેનેજમેન્ટ કંપનીઓ (એએમસી)ના કુલ 24 મ્યુચ્યુઅલ ફંડમાં જોખમ ઘણું વધી ગયું છે. તેમાં લોકોએ રૂ. 1.65 લાખ કરોડનું રોકાણ કર્યું છે.


આ રિપોર્ટ પ્રમાણે વ્યાજદર વધવાથી નાણાકીય ક્ષેત્ર પર સીધી અસર પડે છે. દેશની કુલ 44 એએમસીમાંથી 43ના ડેટ મ્યુચ્યુઅલ ફંડ છે. દેશમાં આવી કુલ 295 સ્કીમ છે, જેમાં રોકાણકારોના કુલ રૂ. 10.95 લાખ કરોડ જમા છે.

ત્રણ સરકારી વીમા કંપનીઓ પણ ‘લાલ નિશાન’ના દાયરામાં | દેશમાં વીમા ક્ષેત્રની કુલ ચાર સરકારી કંપની છે, જેમાંથી ત્રણને આરબીઆઈએ ‘લાલ નિશાન’ના દાયરામાં મૂકી છે. જોકે તેના નામ નથી જણાવાયા. સરકારી વીમા કંપનીઓનો સોલ્વન્સી રેશિયો માર્ચ 2022માં 93 હતો, જે હવે 62 છે. બીજી તરફ, ખાનગી વીમા કંપનીઓનો સોલ્વન્સી રેશિયો 220થી વધીને 225 થઈ ગયો છે. આરોગ્ય વીમા કંપનીઓનો સોલ્વન્સી રેશિયો 171થી વધીને 212 થઈ ગયો છે. આરબીઆઈનું આકલન છે કે ત્રણ સરકારી કંપનીઓ ચુકવણી વખતે સંકટમાં મુકાઈ શકે છે.