હવે ઈન્કમ ટેક્સ રિટર્ન (ITR) ફાઈલ કરવા માટે માત્ર 3 દિવસ બાકી છે, પરંતુ અત્યાર સુધી 27% કરદાતાઓએ તેમનું ITR ફાઈલ કર્યુ નથી. અન્ય 14% કરદાતાઓ કહે છે કે તેઓ 31 જુલાઈની સમયમર્યાદા સુધીમાં ટેક્સ ફાઈલ કરી શકશે નહીં.
આ વાત સોશિયલ મીડિયા પ્લેટફોર્મ લોકલસર્કલ્સના સર્વેમાં સામે આવી છે. જો 31 જુલાઈ પછી રિટર્ન ફાઈલ કરવામાં આવે તો 5000 રૂપિયા સુધીનો દંડ ભરવો પડી શકે છે.
લોકલ સર્કલ્સના સર્વેમાં ITR ફાઈલ ન થઈ શકવાનું કારણ ચોમાસાના વરસાદને દર્શાવવામાં આવી રહ્યો છે. દેશના અનેક વિસ્તારોમાં ભારે વરસાદને કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. મોટાભાગના લોકો તેમના આવકવેરા રિટર્ન ફાઇલ કરવાની સમયમર્યાદાને 2 અઠવાડિયા સુધી લંબાવવા માંગે છે, કારણ કે પૂર અને પાવર કટના કારણે આમ કરવું મુશ્કેલ બની ગયું છે.