Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

ગોલ્ડ કોસ્ટમાં ચોથી T20Iમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 48 રનથી હરાવ્યું. 168 રનના ટાર્ગેટને ચેઝ કરતા ઓસ્ટ્રેલિયા 18.2 ઓવરમાં 119 રનમાં ઓલઆઉટ થઈ ગયું. ગુરુવારે, શિવમ દુબેએ 117 મીટર લાંબો છગ્ગો ફટકાર્યો. તેની સિક્સથી બોલ ખોવાઈ ગયો. માર્કસ સ્ટોઇનિસનો બાઉન્સર અભિષેક શર્માના ખભા પર વાગ્યો.

ભારતીય ઇનિંગ્સની પહેલી ઓવરમાં અભિષેક શર્માને લાઇફ લાઇન મળી. બેન ડ્વાર્શુઇસના ત્રીજા બોલ પર ઝેવિયર બાર્ટલેટે કેચ છોડી દીધો.

અભિષેક ઑફ સ્ટમ્પની નજીકના ગુડ લેન્થ બોલ પર આગળ વધીને મારવા માગતો હતો. એડ્જ વાગતા બોલ બેકવર્ડ પોઇન્ટ્સ પાસે ઊંચો ગયો. ત્યાં બાર્ટલેટે કેચ ડ્રોપ કર્યો.