વૈશ્વિક સ્તરે અસ્થિર માર્કેટના માહોલ વચ્ચે ઊભરતા માર્કેટમાં 60 ટકાની તુલનાએ ભારતમાં 78 ટકા પ્રોફેશનલ્સ માટે કોર્પોરેટ નિષ્ઠા જાળવવી વધુ પડકારજનક છે. EYના રિપોર્ટમાં 34 ઉભરતા માર્કેટના કુલ 2,750 બોર્ડના સભ્યો, મેનેજર્સ અને કર્મચારીઓના મંતવ્યોને આવરી લેવાયા હતા.
અસ્થિર માર્કેટના માહોલમાં મોટા ભાગની સંસ્થાઓ માટે નિયમનોનું પાલન કરવું વધારે પડકારજનક બન્યું છે. ભારતમાં સતત બદલાતા દોર તેમજ મુશ્કેલ માર્કેટ માહોલ વચ્ચે 78 ટકા ઉત્તરદાતાઓ માટે કોર્પોરેટ નિષ્ઠા જાળવવાનું વધારે પડકારજનક બન્યું છે. સરવે અનુસાર ભારતની મોટા ભાગની કંપનીઓએ ઉભરતા માર્કેટ કરતાં નિયમનકાર તરફથી વધુ કાર્યવાહીનો સામનો કર્યો છે.
નિયનકારી અપેક્ષાઓ અને આર્થિક તણાવમાં બદલાવ વચ્ચે, ભારતમાંથી 60 ટકા ઉત્તરદાતાઓના મતે નિયમનકારી સંસ્થાએ નિયમનનું ભંગ અથવા નિષ્ઠાના માપદંડોનું ઉલ્લંઘન કરવા બદલ સંસ્થાઓ સામે કાર્યવાહી કરી છે. આ ટકાવારી ઉભરતા માર્કેટમાં 38 ટકા છે. ભારતમાં 65 ટકા કંપનીઓ માટે નિયમોમાં ઝડપી થતા ફેરફારોને અપનાવવાનું વધુ મુશ્કેલ છે. ઉભરતા માર્કેટમાં 45 ટકા કંપનીઓ નિયમોને અનુરૂપ થવામાં વધુ સમય લગાવે છે. ભારતમાં 67 ટકા મોટી સંસ્થાઓમાં મેનેજમેન્ટ સાથે ગેરવર્તણૂકના કિસ્સાઓ સામે આવ્યા છે. જો ભારતીય સ્ટાર્ટઅપ ઇકો સિસ્ટમમાં મહત્વપૂર્ણ ન હોય તો આ ટકાવારી સરખી હોવાની શક્યતા છે.