Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

ગુજરાત એન્ટિ ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS)ને આજે મોટી સફળતા મળી છે. ગુજરાત ATSની અલગ અલગ બે ટીમ છેલ્લા ત્રણ-ચાર દિવસથી રાજકોટમાં તપાસ કરી રહી હતી. દરમિયાન ATSએ ગઈકાલે રાત્રિના આતંકી પ્રવૃત્તિ અલકાયદા મોડ્યૂલ સાથે સંકળાયેલા 3 આતંકીને ઝડપી પાડ્યા હતા. આરોપીઓ પાસેથી ઓટો જનરેટ ગન તેમજ 10 જેટલી જીવતી કારતૂસ જપ્ત કરી હતી. આરોપીઓને રિમાન્ડ અર્થે કોર્ટમાં રજૂ કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે ગુજરાત ATSએ ચાલુ વર્ષ દરમિયાન ત્રીજો કેસ કરી આતંકવાદીઓને ઝડપી પાડ્યા છે, જેમાં અગાઉ બે વખત અમદાવાદ અને પોરબંદર બાદ આજે રાજકોટમાં ત્રીજી ફરિયાદ આધારે આતંકવાદીઓને ઝડપી પાડવામાં આવ્યા છે.


ગુજરાત ATSના DySP હર્ષ ઉપાધ્યાયે જણાવ્યું હતું કે ગુજરાતમાં આ વર્ષે 3 આતંકવાદી મોડ્યૂલ પકડાયા છે, જેમાં કુલ 3 કેસ પકડ્યા હતા. એમાં બાંગ્લાદેશના ચાર માણસ અમદાવાદમાં પકડાયા હતા, જે અલકાયદા ઈન ઈન્ડિયન સબકોન્ટિનેન્ટ મોડ્યૂલથી જોડાયેલા હતા. તેના હેન્ડલર પણ બાંગ્લાદેશમાં હતા. પોરબંદરમાં ISKPનો મોડ્યૂલ મળ્યો હતો, જ્યારે રાજકોટમાં અલકાયદાની આઈડિયોલોજીથી જોડાયેલા 3 માણસ પકડાયા છે.

ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS)એ ગઈ 9મી જૂને પોરબંદર અને સુરતથી કુલ 4 આઇએસઆઇએસના સભ્યોની ધરપકડ કરી હતી. ત્યાર બાદ એક સભ્યની શ્રીનગરમાંથી ધરપકડ કરાઈ છે. આ દરમિયાન ગુજરાત ATSની તપાસમાં ભારતના દક્ષિણ ભાગમાં આતંકી સંગઠન સાથે જોડાવા અનેક લોકોએ પ્રયાસ કર્યા હતા. જે ધીમે ધીમે ગુજરાત સુધી પહોંચ્યું હતું. આ આખું નેટવર્ક ટેલિગ્રામ એપ્લિકેશનથી ચાલતું હતું.

ISKIPના સભ્યો ભારત છોડવાના હતા
પ્રતિબંધિત આતંકવાદી સંગઠન ઈસ્લામિક સ્ટેટ ઓફ ખોરાસન પ્રોવિન્સ (ISKIP) સાથે સંકળાયેલા ત્રણ કટ્ટરવાદી યુવાનો ગુજરાતના પોરબંદર દરિયાકાંઠાના માર્ગે ભારત છોડી હિજરત કરવાની યોજના બનાવી રહ્યા છે. આ ત્રણેય વ્યક્તિ ઈરાન થઈને ઈસ્લામિક અમીરાત ઓફ અફઘાનિસ્તાન જવાના હતા. આ માહિતીના આધારે ગુજરાત એટીએસની ટીમે 9મી જૂન 2023ના રોજ વહેલી સવારથી પોરબંદરના રેલવે સ્ટેશન પર ચાંપતી નજર રાખી હતી. આ ત્રણ યુવાનોને આઇડેન્ટિફાઇ કરી વધુ પૂછપરછ માટે અટકાયત કરાઈ હતી. (1) ઉબેદ નાસિર મીર. રહે. 9 ફૂટ રોડ, શાહ ફસલ કોલોની, સૌરા, શ્રીનગર (2) સ્નાન હયાત શૉલ, રહે. 90 ફૂટ રોડ. સૌરા, નૌશરા, શ્રીનગર અને (3) મોહમ્મદ હાજીમ શાહ, રહે. ઘર નંબર પર 53, નરીબલ, સૌરા, શ્રીનગરના રહીશ છે. તેમની પૂછપરછમાં જાણવા મળ્યું છે કે તેઓ તેમના હેન્ડલર અબુ હમઝા દ્વારા કટ્ટરવાદી બન્યા હતા અને તેઓ ઈસ્લામિક સ્ટેટ ઓફ ખોરાસન પ્રોવિન્સ (ISKIP)માં જોડાયા હતા.