દેશની કેટલીક મોટી કંપનીઓ શેર પર મજબૂત રિટર્ન તેમજ સારા ડિવિડન્ડ આપી રહી છે. સૌથી વધુ ડિવિડન્ડ ચૂકવતી 10 કંપનીઓનું 5-વર્ષનું સરેરાશ રિટર્ન ઇક્વિટી (ROE) પણ સરેરાશ 29% રહ્યું છે. જાન્યુઆરી 1, 2023 અને 31 જાન્યુઆરી 2024 વચ્ચે તેમની ડિવિડન્ડ યિલ્ડ 3.3-6% હતી. તેનો અર્થ એ કે તેઓ શેરધારકોને બમણી આવક પૂરી પાડી રહ્યાં છે.
આઇડીબીઆઇ કેપિટલના એક અહેવાલ મુજબ નિર્લોન લિમિટેડ અને કોલ ઈન્ડિયાએ જાન્યુઆરી સુધીના 13 મહિનામાં લગભગ 6% ની સૌથી વધુ ડિવિડન્ડ યીલ્ડ મેળવી હતી. તેમની 5 વર્ષની સરેરાશ ROE પણ અનુક્રમે 26% અને 54% હતી. દરમિયાન સેન્સેક્સે સરેરાશ 18% રિટર્ન આપ્યું અને નિફ્ટીએ 20% રિટર્ન આપ્યું હતું. આ ઊંચા ડિવિડન્ડ શેરોના 29% સરેરાશ વાર્ષિક રિટર્ન કરતાં ઓછું છે. આગામી સમયમાં પણ ડિવિન્ડ આપતા શેર્સની માગ રહેશે.