બે વર્ષ પહેલા ફ્લોટિંગ રેટ પર હોમલોન લેનારા લોનધારકોના EMIમાં 20% સુધીનો વધારો થયો છે. વર્ષ 2021માં વ્યાજદરો નીચલા સ્તરે હતી. દરમિયાન RBIએ રેપોરેટમાં 2.5%નો વધારો કર્યો છે. જેને કારણે બેન્કોએ હોમલોનના વ્યાજદરોમાં પણ વધારો કર્યો છે. પ્રોપર્ટી કન્સલટન્ટ એનારૉકના રિપોર્ટ અનુસાર, વ્યાજદરો વધવાથી વર્ષ 2021માં 40 લાખ રૂપિયાથી ઓછી કિંમતના મકાન ખરીદનારા લોકો પર બોજ સૌથી વધુ વધ્યો છે.
એનારૉક ગ્રૂપના રીજનલ ડિરેક્ટર અને રિસર્ચ હેડ પ્રશાંત ઠાકુરે કહ્યું કે હોમલોનના EMIમાં શરૂઆતના વર્ષોમાં વધુ હિસ્સો વ્યાજનો હોય છે. મૂળ રકમની ચૂકવણી ઓછી હોવાથી ખરીદદારો પર લાંબા સમય સુધી દેવાનો બોજ રહે છે. બીજી તરફ સંપત્તિના વેચાણ પર તે ગુણોત્તરમાં વધારો મળતો નથી. ક્યારેક જરા પણ વધારો મળતો નથી. જો કે વ્યાજદરોમાં ઘટાડો થશે તો મોટા પાયે રાહત મળી શકે છે. મૂળ રકમથી પણ વધી વ્યાજની કુલ રકમ વધી છે.
વ્યાજદરો 6.7%થી વધીને 9.15% થયા- 21માં વાર્ષિક 6.7%ના ફ્લોટિંગ રેટ પર 20 વર્ષ માટે 30 લાખ રૂપિયાની હોમલોનનો વ્યાજદર હવે 9.15% થયો છે. જુલાઇ 2021માં તેનો EMI 22,721 રૂપિયા હતો. પરંતુ હવે તે EMI 27,782 રૂપિયા થઇ ગયો છે. દર મહિને હપ્તાનું ભારણ 4,561 રૂપિયા એટલે કે 20% વધી ગયું છે.