Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

વિશેષ કરાર હેઠળ માત્ર ભાસ્કરમાં પૂર્વ ફિનલેન્ડમાં રોટાવારા શહેરમાં મેરિએન કોરકલીનેન હાઈસ્કૂલમાં એડમિશનની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. અહીં દર વર્ષે ઓછામાં ઓછા 20 નવા સ્ટૂડન્ટ માટે ક્વોટા છે પરંતુ સ્થાનિક નગરપાલિકા માત્ર 12 બાળકોને એડમિશનની મંજૂરી આપે છે. વાસ્તવમાં સમગ્ર યુરોપમાં સ્કૂલ જવાલાયક વયનાં બાળકોની સંખ્યા ઘટી રહી છે. તેની અસર ફિનલેન્ડમાં પણ જોવા મળી રહી છે.


જોકે સ્કૂલ પ્રિન્સિપાલ કોરકલીનેએ આ સમસ્યાનો ઉકેલ શોધી દીધો છે. શાળાની ખાલી સીટો ભરવા માટે તેઓ પાડોશી દેશોમાંથી કિશોરોને લાવી રહ્યા છે. મ્યાનમાર, વિયેતનામ અને તાન્ઝાનિયા જેવા દેશોમાંથી કિશોરોને એડમિશન આપી રહ્યા છે.

વિદેશોથી આવતાં કિશોરો તમામ ખર્ચ પણ ફિનલેન્ડ સરકાર જ ઉઠાવશે. આ કામમાં ફિનલેન્ડનું સ્ટાર્ટઅપ ફાઈનેસ્ટ ફ્યૂચર પણ મદદ કરશે. બીજી તરફ સ્ટાર્ટઅપ એશિયાઈ, આફ્રિકી અને લેટિન અમેરિકી દેશોનાં બાળકોને ફિનલેન્ડમાં અભ્યાસ માટે લાવવામાં આવશે.