Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

જ્ઞાનવાપી પરિસરના સરવેના પાંચમા દિવસે મંગળવારે એએસઆઇ ટીમ ત્રણેય ગુંબજ અને મિનારાના કાંગરા સુધી પહોંચી હતી. ટીમે ઇમારતની રચના અને વાસ્તુશૈલીનો પ્રકાર જાણવાની સાથેસાથે ઇમારતની બનાવટમાં વપરાયેલી સામગ્રીની તપાસ કરી. ગુંબજ અને ઇમારતના દરેક ભાગના નિર્માણમાં કેવા પ્રકારની સામગ્રીનો ઉપયોગ કરાયો હતો અને કયા સમયગાળામાં ઉપયોગ કરાયો હતો, તેની માહિતી પણ ટીમે મેળવી હતી. સરવે પછી સમગ્ર ઇમારત એક જ સમયે ઊભી કરાઈ છે કે જુદા જુદા સમયમાં તોડફોડ કરીને બનાવાઈ છે, તેની તપાસ કરીને અહેવાલ સુપરત કરશે.


મંગળવારે સરવે માટે બનાવાયેલી ત્રણ ટીમ પૈકી એક ટીમ મિનારા અને ગુંબજના કાંગરા પર હતી. એક ટીમ ભોંયરામાં જ્યારે ત્રીજી ટીમ પશ્ચિમી દીવાલના આંતરિક ભાગોમાં રહેલા કાટમાળમાંથી પુરાતત્ત્વીય પુરાવા મેળવ્યા હતા. એએસઆઇના પૂર્વ અધિક મહાનિદેશક બી. આર. મણિએ કહ્યું કે આ પ્રકારની ઇમારતોની પુરાતત્ત્વીય તપાસમાં જીપીઆરની સાથે મૅગ્નેટોમીટર અને ટોટલ સ્ટેશન જેવાં ઉપકરણોની પણ મદદ લેવાતી હોય છે.