આદિત્ય બિરલા ગ્રૂપની માલિકીની સિમેન્ટ કંપની અલ્ટ્રાટેકના બોર્ડે ઇન્ડિયા સિમેન્ટ લિમિટેડમાં 32.72% હિસ્સો ખરીદવાની મંજૂરી આપી છે. આ ડીલમાં અલ્ટ્રાટેકને શેર દીઠ રૂ. 390ના દરે કુલ રૂ. 3,954 કરોડ ચૂકવવા પડશે.
આમાં કંપનીને ઇન્ડિયા સિમેન્ટના પ્રમોટર્સ અને એસોસિએટ્સના 10 કરોડથી વધુ શેર મળશે. હવે અલ્ટ્રાટેક સિમેન્ટ પાસે ઇન્ડિયા સિમેન્ટનો મેજેરિટી હિસ્સો એટલે કે 55.49% છે. કંપનીએ તેની એક્સચેન્જ ફાઇલિંગમાં આજે એટલે કે રવિવારે (28 જુલાઈ) આ માહિતી આપી છે.
અલ્ટ્રાટેક સિમેન્ટના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે જૂનમાં ઇન્ડિયા સિમેન્ટ્સમાં 22.77% હિસ્સો ખરીદવાની મંજૂરી આપી હતી. કંપનીએ ઈન્ડિયા સિમેન્ટના 7.06 કરોડ શેર રૂ. 268 પ્રતિ શેરના ભાવે ખરીદ્યા હતા. આ ડીલની કુલ કિંમત લગભગ 1,885 કરોડ રૂપિયા છે.