ગુજરાત પ્રદેશ ભાજપે સોમવારે રાત્રે રાજકોટ શહેરના વોર્ડ પ્રમુખની યાદી જાહેર કરી હતી. શહેરના 18 વોર્ડમાંથી 17 વોર્ડના પ્રમુખ જાહેર કરી દેવાયા હતા. વોર્ડ નં.17ના પ્રમુખના મુદ્દે મામલો ગૂંચવાયો છે. નવા જાહેર થયેલા પ્રમુખમાં 80 ટકા હોદ્દા પાટીદાર અને ઓબીસી સમાજને આપવામાં આવ્યા હતા.
પ્રદેશ ભાજપ દ્વારા રાજકોટ મહાનગરના ચૂંટણી અધિકારી તરીકે ડો.માયાબેન કોડનાનીની નિમણૂક કરાઇ હતી અને ડો.કોડનાનીએ વોર્ડ પ્રમુખની યાદી જાહેર કરી હતી. વોર્ડ નં.1ના પ્રમુખ તરીકે જયરાજસિંહ જગુભા જાડેજા, વોર્ડ નં.2માં ભાવેશ મેરામભાઇ ટોયટા, 3માં રણધીર ઉકરડાભાઇ સોનારા, 4માં કાનજી માનસીંગભાઇ ડંડૈયા, 5માં પરેશ ખોડાભાઇ લીંબાસિયા, 6માં અંકિત બાબુભાઇ દુધાતરા, 7માં વિશાલ પ્રબોધચંદ્ર માંડલિયા, 8માં દેવકરણ ગંગાદાસ જોગરાણા, 9માં હિરેન મનસુખલાલ સાપરિયા, 10માં જયેશ મનસુખભાઇ ચોવટિયા, 11માં હિરેન ભીખુભાઇ મુંગપરા, 12માં જયેશ જગદીશભાઇ પંડ્યા, 13માં સંદીપ વ્રજલાલ અંબાસણા, 14માં પવન દિનેશભાઇ સુતરિયા, 15માં મયૂર પાંચાભાઇ વ્રજકાણી , 16માં ખોડા ગોકળભાઇ કાચા અને વોર્ડ નં.18માં અનિલ જસમતભાઇ દોંગાની જાહેરાત કરવામાં આવી હતી. વોર્ડ નં.17ના પ્રમુખનું નામ લિસ્ટમાં સામેલ કરાયું નથી, નામ મુદ્દે મથામણ થતાં મંગળવારે આ નામ જાહેર થશે તેવા સંકેતો મળ્યા હતા.