નવાગામની રંગીલા સોસાયટીમાં રહેતા યોગેશ ધીરૂભાઇ રાજપરા (ઉ.વ.21)એ મંગળવારે સવારે પોતાના ઘરે ફાંસો ખાઇ લીધો હતો. જાણ થતાં તેને નીચે ઉતારી હોસ્પિટલમાં ખસેડાયો હતો પરંતુ તેનું મોત નીપજ્યું હતું. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, યોગેશ ત્રણ બહેનનો એકનો એક ભાઇ હતો અને સેન્ટ્રીંગનું કામ કરતો હતો. છ મહિના પૂર્વે યોગેશના લગ્ન આરતી નામની યુવતી સાથે થયા હતા. સવારે તેના પત્ની નહાવા ગયા હતા અને માતા બહાર ગયા હતા ત્યારે અંતિમ પગલું ભરી લીધું હતું. યોગેશ ત્રણેક દિવસથી જીવ મૂંઝાય છે તેવું રટણ કરતો હતો અને તેની માનસિક બીમારીની દવા પણચાલુ હતી.