ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા બાંગ્લાદેશની સામે 22 ડિસેમ્બરથી મીરપુરમાં શરૂ થઈ રહેલી બીજી ટેસ્ટમાં નહિ રમે. તેમનો અંગૂઠો હજુ પણ પૂરી રીતે ઠીક નથી થયો.
ક્રિકબઝે સોમવારે પોતાના એ રિપોર્ટમાં એવો દાવો કર્યો હતો કે રોહિત ઢાકા ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાના ભાગ નહિ હોય. તેમની જગ્યાએ વાઇસ કેપ્ટન કેએલ રાહુલ જ પહેલી ટેસ્ટ મેચની જેમ બીજી ટેસ્ટ મેચમાં પણ કેપ્ટનશિપ કરશે. રાહુલની કેપ્ટનશિપમાં ટીમ ઈન્ડિયાએ પહેલી ટેસ્ટ 188 રનથી જીતી લીધી હતી. ટીમ ઈન્ડિયા 2 મેચની સિરીઝમાં 1-0થી લીડ અપાવી હતી. તેમની તરફથી શુભમન ગિલ, ચેતેશ્વર પુજારાએ સેન્ચુરી ફટકારી હતી. જ્યારે કુલદીપ યાદવે શાનદાર બોલિંગ કરી હતી. કુલદીપે મેચમાં આઠ વિકેટ લીધી હતી.
2 દિવસ પહેલા ફિટ થયા હોવાનો દાવો
તમને યાદ અપાવી દઈએ કે 2 દિવસ પહેલા જ ભારતીય કેપ્ટને પૂરી રીતે ફિટ થવાની ખબર આવી હતી. કેટલાક રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો હતો કે રોહિતે બોર્ડે તેમને પૂરી રીતે ફિટ થઈ જવાની સલાહ આપી હતી. રિપોર્ટમાં એ પણ કહેવામાં આવ્યું હતું કે તે પહેલી ટેસ્ટ વખતે જ ટીમથી જોડાઈ જશે. જોકે હવે તેઓ બીજી ટેસ્ટ પણ નહિ રમે.