ઈરાનમાં હિજાબ વિરુદ્ધ મહિલાઓના દેખાવો બુધવારે પણ યથાવત્ રહ્યા. સરકારની મોરલ પોલિસિંગ વિરુદ્ધ યુવાઓએ ગરશાદ નામની એક મોબાઈલ એપ બનાવી. 5 દિવસમાં 10 લાખ વખત તે ડાઉનલોડ પણ થઈ. યુવાઓ તેના માધ્યમથી સિક્રેટ મેસેજ ચલાવી રહ્યા છે.
તેમાં કહેવાઈ રહ્યું છે કે અગાઉ હિજાબને ફરજિયાત કરવા વિરુદ્ધના આંદોલનથી અલગ આ વખતે યુવાઓએ બળવો પોકાર્યો છે. વરિષ્ઠ મૌલવીઓને આ વાત નહીં સમજાય. તે આંખે પાટા બાંધી બેઠા છે. આ મેસેજમાં કહેવાઈ રહ્યું છે કે સરકાર આ મૌલવીઓના જોરે વધારે દિવસ સુધી શાસન નહીં ચલાવી શકે.
ઈરાનના મૌલવી ધાર્મિક શિક્ષણ સિવાય ભણેલા-ગણેલા નથી હોતા. તે મહિલાઓને અધિકારો આપવા વિરુદ્ધ છે. સરકાર વિરુદ્ધ ઊભા થવાનો આ ખરો સમય છે. ઈરાનના સર્વોચ્ચ ધર્મગુરુ આયતુલ્લાહ ખામેનાઈએ બુધવારે એક સભાને સંબોધી પણ તેમણે હિજાબવિરોધી દેખાવો અંગે કોઈ ઉલ્લેખ ન કર્યો.