દશેરાએ મીઠાઈઓના વેચાણનું પ્રમાણ વધારે હોવાથી તે દિવસે રજા હોવા છતાં મનપાની ફૂડ શાખાએ ચકાસણી હાથ ધરી હતી અને 15 મીઠાઈના સ્થળે તપાસમાંથી 5 સ્થળે નોટિસ ફટકારાઈ છે. ફૂડ શાખાના જણાવ્યા અનુસાર ફૂડ સેફ્ટી ઓન વ્હિલ્સ વાન સાથે રૈયા રોડ, સાધુવાસવાણી રોડ તથા યુનિવર્સિટી રોડ વિસ્તારમાં આવેલ ખાણીપીણીના ધંધાર્થીઓની ચકાસણી હાથ ધરી હતી. જેમાં કુલ 15 સ્થળે ચકાસણી કરવામાં આવેલ જેમાં મીઠાઇ, વરખ તથા યુઝ્ડ કૂકિંગ તેલના કુલ 19 નમૂનાનું સ્થળ પર ચેકિંગ કરાયું હતું અને 5 પેઢીને યુઝ બાય ડેટ દર્શાવવા બાબતે નોટિસ અપાઈ છે.
ઠક્કર સ્વીટ એન્ડ નમકીન (રૈયા રોડ) પરથી 2.5 કિલો વાસી હલવો, બાલાજી ફરસાણ માર્ટ (રૈયા ચોકડી) પરથી 2 કિલો વાસી હલવો, બાલકૃષ્ણ ફરસાણ (રૈયા રોડ) પરથી 6 કિલો વાસી બરફીનો નાશ કરાયો હતો. જ્યારે કામધેનુ જલપાન (રૈયા રોડ), રાધે ડેરી ફાર્મ (રૈયા રોડ)ને નોટિસ ફટકારાઈ છે.