લોકો સુરક્ષિત રોકાણ માટે ફિક્સ્ડ ડિપોઝિટ (FD)માં રોકાણ કરે છે. FDની સૌથી મોટી ખાસિયત એ છે કે તે નિશ્ચિત વળતર આપે છે અને તમારા રૂપિયા પણ સુરક્ષિત રહે છે. પરંતુ FDમાં રોકાણ કરવાના બીજા ઘણા ફાયદા છે. FD કરીને તમે તમારા માટે માસિક આવકની વ્યવસ્થા પણ કરી શકો છો.
તમારા રૂપિયા FDમાં સુરક્ષિત રહેશે. અહીં જમા રકમ પર 5 લાખ રૂપિયા સુધીના વીમાની સુવિધા મળે છે. આનો અર્થ એ થયો કે જો કોઈ પણ સ્થિતિમાં બેંક ડિફોલ્ટ થાય છે અથવા બંધ થાય છે, તો તમારા 5 લાખ રૂપિયાની સરકાર ગેરંટી આપશે. એટલે કે ડિફોલ્ટ કેસમાં પણ તમને 5 લાખ રૂપિયા મળશે.
FDનો સૌથી મોટો ફાયદો એ છે કે રોકાણની શરૂઆતમાં જ તમને જણાવવામાં આવે છે કે મેચ્યોરિટી પર તમને કેટલો નફો મળશે. આમાં કોઈ જોખમ નથી. કોઈ પણ પરિસ્થિતિમાં તમને તેનાથી વધુ કે ઓછા રૂપિયા મળતા નથી. આ FDને નાણાકીય આયોજન માટે એક ઉત્તમ ટુલ બનાવે છે.